ન્યૂર્યોક,૩ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર 

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વાયરસના વેરિએન્ટ માથુ ઉંચકી રહયા છે નોવેલ કોરોના વાયરસ પછી હજુ પણ લોકો વાયરસથી પરેશાન છે. ચાંદીપુરા વાયરસ, મંકીપોકસનું વધતું જતું સંક્રમણ ડરાવી રહયું છે ત્યારે અમેરિકામાં આજકાલ પાર્વો વાયરસ બી ૧૯ ના કેસ પણ ધ્યાનમાં આવ્યા છે. અમેરિકામાં આ વાયરસના ૩૫ ટકા કેસ ૫ થી ૯ વરસના બાળકોમાં જોવા મળે છે તેને સ્લેપ્ડ ચીકસ પણ વાયરસ કહેવામાં આવે છે.

સ્લેપ્ડ ચીક બીમારીમાં ગાલ લાલ ટમેટા જેવા થઇ જાય છે.પાર્વો વાયરસ બી ૧૯ એક સામાન્ય ફલુ પ્રકારનો જ વાયરસ છે. જે મોટે ભાગે બાળકોને શિકાર બનાવી રહયો છે. જો કે આ બીમારી નાના મોટા કોઇ પણને થઇ શકે છે.  નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિનના જણાવ્યા અનુસાર પોર્વો વાયરસ બી ૧૯ નો મિની પ્રકોપ દર ત્રણથી ચાર વર્ષે દેખાય છે. આ વાયરસ સંક્રમણ એક વ્યકિતથી બીજી વ્યકિતમાં ફેલાય છે. સ્લેપ્ડ ચીક સિંડ્રોમની સમસ્યા બાળકોમાં થોડી વધારે જોવા મળતી હોવાથી ફિફથ ડિસીઝ (પાચમી બીમારી) તરીકે ઓળખાય છે.

વાયરસ સંક્રમિત વ્યકિતની લાર અને નાક વડે કે ખાંસે ત્યારે થુંકની માઇક્રો બુંદ દ્વારા હવામાં ફેલાય છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલા થકી તેમના બાળકને થવાની શકયતા રહે છે. ગાલો પર લાલ દાણા, સાંધાનો દુખાવો, હળવો તાવ, થાક, માથાના દુખાવો અને મસલ પેઇન વગેરે લક્ષણો જોવા મળે છે. કોરોના વાયરસની જેમજ આસપાસ સ્વચ્છતા રાખવી, હાથ પગ ધોતા રહેવું તથા સંક્રમિત વ્યકિતથી દૂર રહેવું તે જ ઉપાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *