અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં ફોર વ્હીલ વાહન ચાલકો દ્વારા બેફામ વાહનો હંકારતાં અકસ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. જેતલપુર વિસ્તારમાં બ્રિજ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું પાંચ દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
માથા,છાતીમાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં ત્રણ દિવસની સારવાર બાદ ભાનમાં જ ના આવ્યો એલ.જી.હોસ્પિટલમાં મોત થતાં ટ્રાફિક પોલીસે ગુનો તપાસ હાથ ધરી
ડભોઈના મોટા કરાડા ગામનો યુવક તા. ૨૩ના રોજ સવારના સમયે તેઓ કંપનીએ આવવા માટે ઘરેથી નીકળ્યા હતા. અને અમદાવાદ આવ્યા બાદ જેતલપુર બ્રિજ પાસે આવેલ દ્વારકેશ રાઈશ મિલ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂર ઝડપે આવેલી એક કારના ચાલકે યુવકને ટક્કર મારી હતી જેથી તે હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. માથા કપાળે તથા છાતીમાં ગંભીર ઇજા થઇ હોવાથી પાંચ દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.