Aly Goni-Natasa Stankovic Breakup: બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ હવે છૂટાછેડા લઈ લીધા છે. ત્યારે હવે તેમના અલગ થવા વચ્ચે, નતાશાના પૂર્વ બોયફ્રેન્ડ અને અભિનેતા અલી ગોનીને તેમના બ્રેકઅપની પીડા યાદ આવી ગઈ છે. તાજેતરમાં તેણે પોતાના નતાશા સાથેના બ્રેકાપનું કારણ જણાવ્યું હતું.
અલી અને નતાશા સિરિયસ રિલેશનશિપમાં હતા
એક સમયે અલી અને નતાશા સિરિયસ રિલેશનશિપમાં હતા. બંનેએ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં ભાગ લીધો હતો. ત્યારબાદ અચાનક બંનેનું બ્રેકઅપ થઈ ગયું જેનાથી તેમના ફેન્સને શોક લાગ્યો હતો. હવે ઘણા વર્ષો પછી અલી ગોનીએ અભિનેત્રી સાથેના બ્રેકઅપનું કારણ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: સલમાનની સિકંદરનું સતત દોઢ મહિનો શૂટિંગ ચાલશે
અલીએ જણાવ્યું બ્રેકઅપનું કારણ
તાજેતરમાં અલી ગોની ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટ પર દેખાયો હતો, જ્યાં તેણે પોતાના વિષે ઘણી બાબતો શેર કરી હતી. આ દરમિયાન તેણે પોતાના નતાશા સાથેના બ્રેકઅપ વિશે પણ વાત કરી હતી. અલીએ સીધું નતાશા સ્ટેનકોવિકનું નામ લીધું ન હતું, પરંતુ અલીએ કહ્યું કે, ‘અગાઉ હું સિરિયસ રિલેશનશિપમાં હતો. પરંતુ મારી પાર્ટનર ઇચ્છતી હતી કે જયારે અમે લગ્ન કરીએ ત્યારે આપણે પરિવારથી અલગ રહીશું. હું તેની આ વાત સાથે સહમત ન હતો. હું મારા પરિવાર સાથે ખૂબ જ અટેચ્ડ છું અને તેમનાથી દૂર રહેવાનું વિચારી પણ શકતો નથી.’
જાસ્મીન ભસીનને કરી રહ્યો છે ડેટ
અલીએ વધુમાં કહ્યું કે ‘મારી યોજના સ્પષ્ટ હતી કે હું જ્યાં પણ રહીશ કે જઈશ ત્યાં હંમેશા મારા પરિવારને મારી સાથે લઈ જઈશ. હું મારા પરિવારથી અલગ રહી શકતો નથી. પછી ભલે કંઈ પણ થઈ જાય પણ હું મારા પરિવારને છોડી શકતો નથી.’
આ પણ વાંચો: ફિલ્મ સિંઘમની એકટ્રેસનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર
હાલમાં અલી ગોની ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીનને ડેટ કરી રહ્યો છે. બંનેની લવ સ્ટોરી ‘બિગ બોસ 14’થી શરૂ થઈ હતી. હવે ફેન્સ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.