પોરબંદરનાં બિલેશ્વર નજીકનો બનાવ
આશિયાપાટ સીમ વિસ્તારમાં ચેનલ જોવા માટે ભાઈ સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી લીધી
પોરબંદર : પોરબંદર નજીકના બિલેશ્વર ગામની સીમમાં ટીવી જોવા પ્રશ્ને
ભાઈ બહેન વચ્ચે બોલાચાલી થતા નાનો ભાઈ રડવા લાગ્યો હતો તેથી માતાએ યુવતીને ઠપકો
આપતા આ યુવતીએ ઝેરી દવા પી લઈનેઆપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે.
બિલેશ્વર ગામે આસીયાપાટ સીમ વિસ્તારમાં રહેતા લીલુબેન ભરત
ઓડેદરા નામના ૩૯ વર્ષીય મહિલાએ રાણાવાવ પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે તેજલ
ભરતભાઈ ઓડેદરા (ઉ.વ. ૧૯) ખેતરમાં ખડની દવા છાંટીને ઘરે આવી હતી ત્યારે તેના નાના
ભાઈ પાસેથી ટીવીનું રીમોટ લઈને પોતાને જોવાની ચેનલ ચાલુ કરતાં નાનો ભાઈ રડવા
લાગ્યો હતો. આથી માતાએ તેજલને એવું કહ્યું હતું કે ટીવીમાં તારા ભાઈને જે જોવું
હોય તે જોવા દે એ પ્રકારે ઠપકો આપતા તેજલને મનમાં લાગી આવ્યું હતું અને પોતે ઝેરી
દવા પી લીધી હતી તથા તેનું મોત નીપજ્યું છે.