જામનગરના ધુતારપર ગામનો અરેરાટીજનક બનાવ
કાલાવડ ફાયર બ્રિગેડે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢયાઃ પરપ્રાંતીય મહિલાએ કયા કારણોસર પગલું ભર્યું તે અંગે તપાસ
આવ્યો છે. એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની પરપ્રાંતિય
શ્રમિક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ત્રણ માસુમ સંતાનોને કુવામાં ફેંકી દઈ
પોતે પણ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ છે.
આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને કાલાવડ ફાયર
બ્રિગેડની ટુકડીએ માતા પુત્રી સહિતના ચારેય મૃતદેહોને બહાર કાઢયા છે. પોલીસ દ્વારા
સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં
રહેતા ખેડૂત દિનેશભાઈ કોટડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ
મધ્યપ્રદેશની ૨૮ વર્ષીય પરપ્રાંતિય મહિલા સંગીતાબેન કમલેશભાઈ મીનાવાએ પોતાના ત્રણ
માસુમ સંતાનો મમતાબેન (ઉ.વ.પ) અંજલીબેન (ઉ.વ.૩) અને પુત્ર શોદન (૯ માસ)) જે
ત્રણેયને કૂવામાં ફેંકી દીધા પછી પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ભારે
અરેરાટી ફેલાઈ હતી.
આ બનાવની જાણ થતાં
વાડી માલિક દ્વારા સૌ પ્રથમ કાલાવડ ની ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
જેથી કાલાવાડ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક પછી એક
ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢયા હતા,
ત્યારે વાતાવરણમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.
આ બનાવની જાણ થતાં
પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ પટેલ,
તેમજ અન્ય પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ચારેય મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ
મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.
પરપ્રાંતીય શ્રમિક
મહિલાએ ક્યા સંજોગોમાં પોતાના એક સાથે ત્રણ માસુમ સંતાનો ને કુવામાં ફેંકી દીધા
અને પોતે પણ જીવ દીધો, તે
મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. શ્રમિક મહિલાના લગ્ન ૭ વર્ષ પહેલા
થયાનું ખુલ્યું છે.