ગોધરા સીટી સરવેના સુપ્રિટેન્ડન્ટ બી સી માલીવાડ લાંચ લેતા ઝડપાયા
ACBએ રૂપિયા 8000ની લાંચ લેતા રંગે હાથ અધિકારીને ઝડપ્યો
અરજદાર પાસે નોંધ કરવા માટે માંગી હતી લાંચ
રાજ્યમાં વધુ એક લાંચિયો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. પંચમહાલના ગોધરામાંથી આ લાંચિયો અધિકારી ઝડપાયો છે. આ અધિકારીએ એક અરજદારનું કામ કરી આપવા માટે લાંચની માગણી કરી હતી અને લાંચ લેતા અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે.
બી.સી.માલીવાડ નામના અધિકારીને રૂપિયા 8000ની લાંચ લેતા ACBએ ઝડપી લીધો
ઘટનાની વાત કરીએ તો ગોધરા સિટી સરવેમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે કામ કરતો લાંચિયો અધિકારી સામે આવ્યો છે. ગોધરા સિટી સરવેમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો બી.સી.માલીવાડ નામના અધિકારીને રૂપિયા 8000ની લાંચ લેતા ACBએ ઝડપી લીધો છે. એક અરજદાર પાસે નોંધ કરવા માટે આ લાંચિયા અધિકારીએ લાંચ માગી હતી અને અરજદારે એસીબીને જાણ કરતા એસીબીની ટીમે છટકુ ગોઠવ્યુ હતું અને અધિકારીને રંગેહાથ પકડી લીધો છે.
વડોદરામાં એક પોલીસકર્મી લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો હતો
બે દિવસ પહેલા વડોદરામાં એક પોલીસકર્મી ACBના છટકામાં ઝડપાયો હતો. પોલીસ લોકરક્ષક અશોક મકવાણા લાંચ લેતા ઝડપાયો હતો. રૂપિયા 400ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. આ પોલીસકર્મીએ નો પાર્કિગના વાહનને મેમે વગર છોડવા માટે લાંચની માગણી કરી હતી, ત્યારે એસીબીએ બાતમીના આધારે આ કામગીરી કરીને પોલીસકર્મીને રંગેહાથ ઝડપી લીધો હતો.
ખેડા: ઉતરસંડામાં ASI 5 લાખની લાંચ લેતા ઝડપાયો હતો
નડિયાદના ઉત્તરસંડામાં ASI લાંચ 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો હતો. આ પોલીસકર્મીએ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે લાંચ માગી હતી. ફરિયાદી પાસે રૂપિયા 40 લાખ માગ્યા હતા પણ રકઝક કરીને અંતે 5 લાખમાં સોદો નક્કી થયો હોવાનું જાણાવા મળી રહ્યું છે. ત્યારે પોલીસકર્મી લાંચ લેવા ફરિયાદીના ઘરે આવતા ઝડપાયો હતો.
મનસુખ સાગઠિયા, હર્ષદ ભોજક જેવા અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવા કેટલાય અધિકારીઓ છે જેવો કામ કરવાના બદલામાં લોકો પાસેથી રૂપિયા પડાવે છે, આવા લાંચિયા અધિકારીઓ વિરૂદ્ધ ACB કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. અગાઉ મનસુખ સાગઠિયા, હર્ષદ ભોજક જેવા અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયા છે અને તેમની વિરૂદ્ધ હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં બંને લાંચિયા અધિકારીઓ જેલમાં બંધ છે.