નવા તાજપુરાના શિક્ષિકા સેજલ પંડ્યા 5 વર્ષથી ગેરહાજર
શિક્ષિકા ગાંધીનગરના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં નિયુક્ત છે
શિક્ષિકાની હાજરી અને પગાર તાજપુરા શાળામાંથી થઇ રહ્યો છે
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા તાજપુરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ પર નિયુક્ત શિક્ષિકા છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર છે. સેજલબેન પંડ્યા નામના શિક્ષિકા છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી શાળાએ હાજર રહેલ નથી.
નવા તાજપુરાના શિક્ષિકા સેજલબેન પંડ્યા ગાંધીનગરના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં હાલ ફરજ પર છે. શિક્ષિકાની હાજરી અને પગાર તાજપુરા શાળામાંથી થઈ રહ્યો છે. વર્ષ 2019માં માત્ર 3 મહિના માટે કમાન્ડ સેન્ટર પર ફરજ બજાવવા માટે હુકમ થયો હતો. ત્યાર બાદ નવો કોઈ હુકમ ન થયો હોવા છતાં શિક્ષિકા શાળામાં આવી રહ્યા નથી. વર્ષ 2022માં શિક્ષણ વિભાગના નિયામકે શિક્ષિકાને શાળામાં પરત હાજર થવા હુકમ કર્યો હતો. રજુઆત અને અગાઉ થયેલ શાળા તાળાબંધીને પગલે બંધ થયેલો પગાર પણ વગના ધોરણે મેળવી પુનઃ શરૂ કરાયો હતો.
પ્રાથમિક શિક્ષકોની બદલીમાં સુધારો કરાયો
સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી અને જિલ્લા આંતરિક ફેરબદલીના કેમ્પની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેરબદલીમાં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ શિક્ષક હવે ત્રણના બદલે એક જ જિલ્લાની પસંદગી કરી શકશે. આ ઉપરાંત વધમાં પડેલા શિક્ષકો માટે વધ પરત કેમ્પ યોજવાની નવી જોગવાઈ કરવામાં આવી છે.