Image: Facebook

Itamar Ben Gvir: ઈઝરાયલના દક્ષિણપંથી નેતા ઈતામાર બેન ગ્વીરે સેંકડો ઇઝરાયેલીઓની સાથે મંગળવારે જેરુસલેમમાં વિવાદિત અલ-અક્સા મસ્જિદમાં જઈને પ્રાર્થના કરી. બેન ગ્વીરના આ પગલાંથી યુરોપીય દેશોની સાથે અન્ય દેશ નારાજ થઈ ગયા છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે હમાસ પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયલ પર ઈરાન અને લેબનાન દ્વારા હુમલાની આશંકા છે. અલ-અક્સા મસ્જિદ પરિસરમાં યહુદીઓના પ્રાર્થના કરવા પર પ્રતિબંધ છે. આ કારણ છે કે બેન ગ્વીરના અલ અક્સામાં પ્રાર્થના કરવા પર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ થઈ ગયો છે. તેમની આ હરકતથી યુદ્ધ વધવાની આશંકા વધી ગઈ છે.

યહુદી ભજન ગાતાં મસ્જિદ પરિસરમાં દાખલ થયા બેન ગ્વીર

બેન ગ્વીર અને 2,250 ઈઝરાયલી લોકોની સાથે મંગળવારે યહુદી ભજન ગાતાં મસ્જિદ પરિસરમાં દાખલ થયા. આ દરમિયાન ગ્વીરની સાથે મોટી સંખ્યામાં ઈઝરાયલી પોલીસના જવાન હતાં. આ જાણકારી અલ-અક્સાના સંરક્ષક અને જોર્ડનની સંસ્થા વક્ફના એક અધિકારીએ આપી.

યહુદીકરણ અભિયાન ચલાવી રહ્યાં હતાં બેન ગ્વીર

અલ-અક્સાના સંરક્ષકે કહ્યું, ‘મંત્રી બેન ગ્વીર મસ્જિદમાં યથાસ્થિતિ જાળવી રાખવાના બદલે યહુદીકરણ અભિયાન ચલાવી રહ્યાં હતાં. તે અલ-અક્સા મસ્જિદની અંદર સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમને આ મુદ્દે બોલવાનો અધિકાર નથી.’ ઈઝરાયલી પોલીસે મસ્જિદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુઓને ઘૂસવા દીધાં નહીં. આ દરમિયાન બેન ગ્વીરના સમર્થકોએ મસ્જિદની અંદર વીડિયો પણ બનાવ્યો. 

આપણે હમાસને ઘૂંટણિયે લાવવું પડશે

બેન ગ્વીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો જારી કર્યો છે. બેન ગ્વીરે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ જીતવાના શપથ લીધા અને કહ્યું કે ઈઝરાયલે દોહા કે કાહિરામાં થનારી શાંતિ વાર્તાઓ તરફ જવું જોઈએ નહીં. આપણે હમાસને હરાવી શકીએ છીએ. આપણે તેને ઘૂંટણિયે લાવવું પડશે. 

વિશ્વભરના દેશોએ વાંધો વ્યક્ત કર્યો

બેન ગ્વીરની આ હરકતથી યુદ્ધમાં હુમલો વધવાની આશંકા વધી ગઈ છે. અલ અક્સા મસ્જિદમાં પ્રાર્થના કરવા પર વિશ્વભરના દેશોએ વાંધો વ્યક્ત કર્યો છે. જેમાં અમેરિકા અને અરબ દેશોની સાથે પશ્ચિમી દેશ પણ સામેલ છે.

આવી ઘટનાઓને થવાથી રોકે નેતન્યાહૂ- અમેરિકા

યુરોપીય સંઘે કહ્યું કે આ ઉશ્કેરણી છે અને નિંદા કરતાં તેને યથાસ્થિતિનું ઉલ્લંઘન જણાવ્યું. ફ્રાન્સ અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ હરકતને બિનજરૂરી રીતે ભડકાઉ ગણાવ્યું. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે બેન ગ્વીરે અલ અક્સામાં યથાસ્થિતિનું ઉલ્લંઘન કર્યું છે અને બ્લિંકને પીએમ બેન્જામિન નેતન્યાહુને અપીલ કરી છે કે તે આવી ઘટનાઓને થવાની રોકે. આવી ઘટનાઓ માત્ર તણાવને વધારશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *