ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યું સીમકાર્ડ વેચાણનું કૌભાંડ
આરોપીએ અસામાજિક તત્વોને વેચતા હતા સીમકાર્ડ
એક કરતાં વધુ વાર બાયોમેટ્રિક વેરિફિકેશન કરાતું
અમદાવાદમાં ગેરકાયદે સીમકાર્ડના વેચાણનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં ક્રાઈમબ્રાન્ચે સીમકાર્ડ વેચાણનું કૌભાંડ ઝડપ્યુ છે. આરોપીએ અસામાજિક તત્વોને સીમકાર્ડ વેચતા હતા. જેમાં સીમ ખરીદનાર પાસે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાતું હતુ. તથા એક કરતાં વધુ વાર બાયોમેટ્રિક વેરિફિકેશન કરાતુ હતુ. તેમાં 1200 જેટલા બોગસ સીમકાર્ડ વેચ્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે. સામાન્ય લોકો એક સીમકાર્ડ ખરીદે ત્યારે તેમની પાસે બે-ત્રણ વખત પ્રોસેસ કરાવી વધારે સીમ એક્ટિવેટ કરાવી રાખી લેવામાં આવતા હતા.
ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને સીમકાર્ડ વેચ્યાની કબૂલાત
ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને સીમકાર્ડ વેચ્યાની કબૂલાત છે. તેમાં ક્રાઈમબ્રાન્ચે મોહંમદ, તલહા ઉર્ફે કબીર શેખને ઝડપ્યો છે. કયૂમ ઉર્ફે ભૂરા રાઠોડ સહિત 4 આરોપની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમબ્રાન્ચે ગેરકાયદેસર સીમ કાર્ડ વેચાણનું રેકેટ ઝડપતા અસામાજીક તત્વો એલર્ટ થયા છે. જેમાં ગેરકાયદેસર સિમકાર્ડનું વેચાણ રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરતા મોટા ખુલાસા થઇ શકે છે. આરોપીઓ અસામાજિક તત્વોને સીમકાર્ડ વેચી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોચાડતા હતા. જેમાં સીમ ખરીદનાર પાસે એક કરતા વધુ વાર બાયોમેટ્રિક વેરીફીકેશન કરી આરોપીઓ કૌભાંડ આચરતા હતા.
ક્રાઇમબ્રાંચે ચારેય આરોપીઓની ધરપકડ કરી
આરોપીઓ 1200 જેટલા બોગસ સીમ કાર્ડ ગુનાહિત પ્રવુતિ કરનારાને વેચ્યા હોવાની કબૂલાત કરી છે. મોહમ્મદ તલહા ઉર્ફે કબીર શેખ, કયૂમ ઉર્ફે ભૂરા રાઠોડ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઇ છે. ક્રાઇમબ્રાંચે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.