NIRF Ranking 2024: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 12 ઑગસ્ટે NIRF રેન્કિંગ 2024 બહાર પાડ્યું છે. આ યાદી 13 વિવિધ કેટેગરીમાં બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગમાં યુનિવર્સિટીથી લઈને કૉલેજો સુધીનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મેડિકલ, એન્જિનિયરિંગ સહિતની અનેક કેટેગરીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બહાર પાડવામાં આવતી આ NIRF રેન્કિંગ લિસ્ટમાં, ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રેન્કિંગ ઘણા માપદંડોના આધારે બહાર પાડવામાં આવે છે. જે તેની સત્તાવાર વેબસાઇટ nirfindia.org પર જઈને પણ આ રેન્કિંગ જોઈ શકાય છે. 

દેશની ટોચની 10 યુનિવર્સિટીઓ 

1. IISc, બેંગલુરુ

2. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હી

3. જામિયા મિલિયા ઇસ્માઇલિયા, દિલ્હી

4. મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન, મણિપાલ

5. બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી

6. દિલ્હી યુનિવર્સિટી, દિલ્હી

7. અમૃતા વિશ્વ વિદ્યાપીઠ, કોઈમ્બતુર

8. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ

9. જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા

10. વેલ્લોર યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજી, વેલ્લોર

આ પણ વાંચો: IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનો ટોપ 100માં સમાવેશ, કેન્દ્રનો રેન્કિંગ રિપોર્ટ જાહેર

IIT ફરી ઓવરઓલ કેટેગરીમાં આગળ 

હંમેશાની જેમ આ વખતે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી(IIT) એ NIRF રેન્કિંગ લિસ્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. IIT એ NIRF 2024ની ટોચની 10 શૈક્ષણિક સંસ્થાઓમાં ઓવરઓલ કેટેગરીમાં આગળ રહ્યું છે. રેન્કિંગ લિસ્ટ અનુસાર – IIT (મદ્રાસ), IISc (બેંગલુરુ), IIT (મુંબઈ), IIA (દિલ્હી), IIT (કાનપુર), AIIMS (દિલ્હી), IIT (ખડગપુર), IIT (રુરકી), IIT (ગુવાહાટી), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. 

દેશની ટોચની 10 કૉલેજોની યાદી

1. હિન્દુ કૉલેજ, દિલ્હી

2. મિરાન્ડા હાઉસ, દિલ્હી

3. સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી

4. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સેન્ટેનરી કૉલેજ, કોલકાતા

5. આત્મા રામ સનાતન ધર્મ કૉલેજ, દિલ્હી

6. સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા

7. PSGR કૃષ્ણમ્મલ કૉલેજ ફોર વુમન, કોઇમ્બતુર

8. લોયોલા કૉલેજ, ચેન્નાઈ

9. કિરોડીમલ કૉલેજ, દિલ્હી

10. લેડી શ્રી રામ કૉલેજ ફોર વુમન, દિલ્હી

આ પણ વાંચો: મહિલા ડૉક્ટરના રેપ-હત્યા કેસનો મામલો, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રાખવાનું એલાન

ટોપ- 10 યુનિવર્સિટીઓમાં બિહારની એક પણ નહીં

એક જમાનામાં બિહાર રાજ્ય ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનું ઘર હતું. જ્યારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી NIRF રેન્કિંગમાં ટોચની 10 યુનિવર્સિટીઓમાં યુપીની માત્ર બે યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશની બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીને પાંચમું સ્થાન મળ્યું છે, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને આઠમું સ્થાન મળ્યું છે. આ રીતે, યુપીની માત્ર આ બે યુનિવર્સિટીઓને NIRF રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. જો બિહારની વાત કરીએ તો અહીંની કોઈપણ યુનિવર્સિટીને ટોપ 10માં સ્થાન મળ્યું નથી. જો કૉલેજની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં યુપી-બિહારની એક પણ કૉલેજ સામેલ નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *