જામનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા
મોટી ખાવડી પાસે ટેન્કરની ટક્કરે બાઇક ચાલકનો ભોગ લેવાયોઃ ઝાખર તથા હાપા પાસે બે અકસ્માતમાં ૩ ઘાયલ
હારમાળા સર્જાઈ છે. ખીરી ગામ પાસે કાર ચાલક મહિલાએ રાહદારી પર પ્રાંતિય યુવાનને
કચડી નાખતાં મૃત્યુ નિપજ્યું છે,
જ્યારે મોટી ખાવડી નજીક ટ્રક- ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો
ભોગ લેવાયો છે. આ ઉપરાંત અન્ય બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જોડિયા નજીક ખીરી ગામ પાસે બન્યો હતો
ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા મદનભાઈ મહંતો નામના ૪૬ વર્ષના પરપ્રાંતીય યુવાનને
કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. આ બનાવ મામલે
નિર્મલભાઇ મોન્ટુભાઈ માંઝીએ જોડીયા પોલીસ મથકમાં કારની મહિલા ચાલક જયશ્રીબેન પટેલ
સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ
ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બન્યો
હતો. જ્યાં મોટી ખાવડી નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે એક અજ્ઞાાત
યુવાનને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
ત્યારબાદ તે ભાગી છૂટયો હતો. પોલીસે યૂવકના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને ફરાર થઈ
ગયેલા ટ્રક-ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ લાલપુર નજીક ઝાખર ગામના પાટીયા પાસે
બન્યો હતો, જ્યાં
ઇકો કારના ચાલકે મોટરસાયકલને હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક છત્રપાલસિંહ પ્રભાતસિંહ
રાણા તેમજ પાછળ બેઠેલા દેવાંગ નામના યુવાનને ઈજા થવાથી બંનેને સારવાર માટે જી.જી.
હોસ્પિટલમાં ખસેડાયા છે.
અકસ્માતનો ચોથો બનાવ હાપા નજીક સાંઢિયા પૂલ પાસે બન્યો હતો.
ત્યાંથી પસાર થઈ રહેલા કારના ચાલકે બાઈકની ઠોકરે ચડાવતાં તેના ચાલક કેવલભાઈ
રમણીકભાઈ મહેતા (ઉંમર વર્ષ ૩૪)ને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઈ હતી.