અમદાવાદ,શુક્રવાર,9 ઓગસ્ટ,2024

અમદાવાદ મ્યુનિ.ના મશીનહોલ ઉપર પડતા ભુવાને અટકાવવા ઝોન દીઠ
સો વેન્ટિલેટીંગ કોલમ ઉભા કરવા ઝોન દીઠ રુપિયા પચાસ લાખનો ખર્ચ કરાશે. પાણી
સમિતિના ચેરમેનના દાવા મુજબ
,
વેન્ટિલેટીંગ કોલમથી મિથેનગેસ નીચે જમીનમાં જવાના બદલે ઉપર હવામાં ચાલ્યો જશે.
સ્માર્ટસીટીનુ તંત્ર અમદાવાદમાં વર્ષોથી અમલમાં એવી ગેસ ચીમની બનાવવા માટે મજબૂર
બન્યુ છે.

પાણી સમિતિની બેઠકમાં અમદાવાદના અલગ અલગ ઝોનમાં આવેલા
મશીનહોલ ઉપર વેન્ટિલેટીંગ કોલમ ઉભા કરવા દરખાસ્ત મંજુર કરાઈ હતી.કમિટી ચેરમેન
દીલીપ બગરીયાએ કહયુ
, જાહેર
રસ્તા ઉપર આવેલા મશીનહોલ પાસે ૧૨ મીટરની ઉંચાઈ ધરાવતા વેન્ટિલેટીંગ કોલમ ઉભા
કરાશે.આમ થવાથી જમીનમાં એકઠા થતા મિથેનગેસથી બ્રેકડાઉન થવા કે ભુવા પડવાના બનાવ
બને છે એ અટકી જશે.અમદાવાદના કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારના મકાનોમાં હાલમાં પણ
મકાનના છતના ભાગમાં નીચેના ભાગમા આવેલી ગટરનો ગેસ ઉપરની તરફ હવામાં ચાલ્યો જાય એ
માટેની ચીમની રાખવામાં આવેલી જોવા મળી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *