– પરમાણુ શસ્ત્ર પ્રયોગની ચીને આડકતરી ધમકી આપી
– ચીન તાઈવાનને પોતાનો પ્રાંત જ ગણે છે : કહે છે કે, AUKUS તેની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરે છે
બૈજિંગ : અમેરિકાએ Aukus મારફત તાઈવાન અને પરમાણુ સબમરીનોના કરેલા સોદાનો ચીને સખત વિરોધ કર્યો છે. તેણે બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, આથી આ વિસ્તારમાં શસ્ત્ર-સ્પર્ધા અને સંઘર્ષ વધી રહેશે. બાયડેન વહીવટી તંત્રે તાઈવાનને ન્યુકિલયર-સબમરીન આપવાનો કરેલો નિર્ણય પરમાણુ શસ્ત્ર પ્રયોગ સુધી પહોંચી શકે તેમ છે.
અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ (નાયબ વિદેશમંત્રી) કર્ટ-કેમ્પબેલે તાજેતરમાં કરેલા વિધાનો વાસ્તવમાં તાઈવાન પર ચીનનો સંભવિત હુમલો ખાળવા માટે કરાયેલા વિધાનો સમાન જ છે. તેમ પણ ચીનનો આક્ષેપ છે. આ કરારો ચીનની આંતરિક બાબતોમાં કરાયેલા હસ્તક્ષેપ બરાબર છે. તેમ ચીને કહ્યું હતું. તે સર્વ વિદિત છે કે, ચીન તાઈવાનને પોતાનો એક પ્રાંત જ ગણે છે, આથી ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ (Aukus) જૂથ દ્વારા તાઈવાનને પરમાણુ શસ્ત્રો પણ વહી શકે, તેવી પરમાણુ સબમરીનો તાઈવાનને આપવાના કરાયેલા નિર્ણયથી તે ધૂંધવાઈ ઊઠયું છે.
આ અંગે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા માઓ બિંગે મંગળવારે પ્રેસ બ્રીફીંગમાં કહ્યું હતું કે, અમેરિકાના તે અધિકારીની ટીકાઓ, સંઘર્ષની જ્વાળાઓ વધુ ફેલાવશે, કારણ કે તે, દુષ્ટ હેતુ ધરાવે છે. આથી ચીન તેનો કટ્ટર વિરોધ કરે છે, પરિણામે એશિયા પેસિફિક વિસ્તારમાં શસ્ત્ર સ્પર્ધા વધી રહી તે પરમાણુ શસ્ત્રો સુધી પહોંચી શકે તેમ છે. તેથી આ વિસ્તારની શાંતિ અને સલામતી જોખમાઈ જશે.
તે સર્વવિદિત છે કે, સ્વતંત્ર ટાપુ રાષ્ટ્ર તાઈવાન અને ચીન પોતાનો એક પ્રાંત જ માને છે. તેના નકશાઓમાં પણ તે તેને પોતાના પ્રાંત તરીકે જ દર્શાવે છે. હવે તે ચીનની તળભૂમિ સાથે જોડવા તત્પર બન્યું છે.
બીજી તરફ વોશિંગ્ટન સેન્ટર ફોર એ ન્યુ અમેરિકન સિકયુરીટી નામક એક થિંક ટેન્કમાં ગત સપ્તાહે આપેલા પ્રવચનમાં કેમ્પબેલે કહ્યું હતું કે, Aukus સબમરીન પ્રોજેક્ટ તાઈવાન સામે કોઈ પણ કાર્યવાહી કરતાં ચીનને થંભાવી શકશે. ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયાને આપવામાં આવેલી (અમેરિકાની) ન્યુ કિલયર સબ મરીન્સ ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનની વધતી જતી દાદાગીરી રોકવાના હેતુથી જ આપવામાં આવી હતી.
આ સાથે કેમ્પબેલે Aukus અને તાઈવાન વચ્ચેના અસામાન્ય સંબંધોની અનિવાર્યતા ટાંકતા કહ્યું હતું કે, આ નવી સબમરીનો ચીન અને તાઈવાન વચ્ચેની સમુદ્ર ધૂનીમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં સહાયરૂપ થશે. આના સમુદ્રધૂની ઓળંગવાના (ચીનના) પ્રયાસો ખાળવા ઉપરાંત અન્ય અનેક વિધ ઉપયોગો પણ છે.