– રેસ થ્રીમાં સૈફને પડતો મૂકાયો હતો
– રેસ ફ્રેન્ચાઈઝીના મૂળ દિગ્દર્શકો અબ્બાસ મસ્તાન જ સુકાન સંભાળે તેવા પ્રયાસો
મુંબઇ : ફિલ્મ રેસની ચોથી ફ્રેન્ચાઇઝીની તૈયારી થઇ રહી છે. તેવામાં આ ફિલ્મને અપડેટ છે કે, ‘રેસ ફોર’માં સલમન ખાન અને સૈફ અલી ખાન સાથે કામ કરવાના છે.
સૈફ અલી ખાનને ‘ રેસ ૩’માં પડતો મુકવામાં આવ્યો હતો અને તેના સ્થાને સલમાન ખાનને લેવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મના પહેલા બે ભાગમાં સૈફના પાત્રને જેટલી લોકપ્રિયતા મળી હતી તેની સામે સલમાન ખાન પણ ઝાંખો પડયો હતો. આથી આ વખતે ભૂલ સુધારી સૈફનું પુનરાગમન કરાવવાનો નિર્ણય લેવાયો છે.
‘રેસ થ્રી’નું સુકાન રેમો ફર્નાન્ડિઝને સોંપાયું હતું. તેને બદલે હવે ફરી મૂળ દિગ્દર્શકો અબ્બાસ-મસ્તાન જ ચોથા ભાગનું દિગ્દર્શન કરે તે માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે.
‘રેસ’ના પહેલા બંને ભાગ હિટ ગયા હતા. જોકે, ત્રીજા ભાગને ધારી સફળતા મળી ન હતી. નિર્માતાઓનું માનવું છે કે આ થીમ પરથી હજુ ચોથો ભાગ પણ બની શકે તેમ છે.