સુરત
પુત્રીની
બિમારીના કારણોસર 30 દિવસના જામીન માંગ્યા હતાઃ ઈડીની તપાસ ચાલુ હોઈ કોર્ટે માંગ નકારી
અઠવા
પોલીસે ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં જેલભેગા કરેલા ગેંગલીડર સજ્જુ કોઠારીએ
પોતાની પુત્રીની બિમારીના કારણોસર નાણાંકીય વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળનાા
જામીન માંગતી અરજીને મુખ્ય જિલ્લા સેશન્સ જજ અતુલ આઈ.રાવલે નકારી કાઢી છે.
ત્રણેક
વર્ષ પહેલાં અઠવા પોલીસમાં નોંધાયેલા ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં ગેંગ મહમદ
સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી(રે.શાલીમાર કોમ્પ્લેક્ષ,જમરૃખગલી નાનપુરા)એ વધુ એકવાર પોતાની બે
વર્ષની પુત્રીને ફુડપોઈઝનીંગ તથા તાવની બિમારીની સારવાર માટે 3જી એપ્રિલથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હોઈ 30
દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.જે મુજબ આરોપી લાંબા સમયથી જેલમાં હોઈ બિમાર
પુત્રીની સારવાર માટે નાણાંકીય વ્યવસ્થા કરવા તથા દેખરેખ રાખવા માટે જામીનની માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય
જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ તથા રિપોર્ટ રજુ કર્યો હતો.જે રિપોર્ટ મુજબ
આરોપીની પત્ની તથા ખાનગી હોસ્પિટલના તબીબનું સર્ટીફિકેટ રજુ કરવામાં આવ્યું
હતુ.આરોપી સજ્જુ કોઠારી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટનો ગેંગ લીડર છે.આરોપી વિરુધ્ધ
ગુજસીટોક એક્ટના વધુ બે ગુના નોંધાયા છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે
ચેડા થવાની સંભાવના છે.આરોપીના અન્ય સગાસંબંધીઓ બિમાર પુત્રીની સારવાર અને દેખરેખ
રાખી શકે તેમ છે.
હાલમાં
આરોપી વિરુધ્ધ ઈડીની તપાસ પણ ચાલુ હોઈ કોર્ટે આરોપીના ગુનાઈત ઈતિહાસ અને ગુનાની
ગંભીરતાને ધ્યાને લઈ આરોપી સજ્જુ કોઠારીના વચગાળાના જામીનની માંગને નકારી કાઢી
છે.આરોપી નાસીભાગી જાય તેમ હોવા ઉપરાંત સાક્ષીને ફોડે તેવી સંભાવના છે.