સુરત
જાહેર સેવક તરીકે આરોપી મહિલાએ ગ્રાહકોની એફડી તોડીને, બોગસ દસ્તાવેજોના
આધારે ક્રેડીટ કાર્ડથી નાણાં મેળવી લીધા હતા
આઈસીઆઈસીઆઈ
બેંકની અઠવા બ્રાંચની શાખાના ગ્રાહકોના નામે બોગસ દસ્તાવેજોના આધારે ક્રેડીટ કાર્ડ
બનાવીને લાખો રૃપિયાની ગુનાઈત ઠગાઈનો કારસો રચનાર આરોપી મહીલા બેંક અધિકારીની
જામીન મુક્તિની માંગને એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.
આઈસીઆઈસીઆઈ
અઠવાલાઈન્સ શાખામાં ફરજ બજાવતા આરોપી શિવાનીબેન
પટેલ (રે.સાંઈ દર્શન,એલ.પી.સવાણી કેનાલ રોડ)એ માર્ચ-2023થી તા.28-12-23 દરમિયાન ફરિયાદીના હરેકૃષ્ણ ટેક્ષના નામે કરન્ટ ખાતું ઓપન કરાવીને
ફરિયાદીની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને સેવીંગ ખાતું ખોલ્યું
હતુ.તદુપરાંત ફરિયાદીન જાણ બહાર ક્રેડીટ કાર્ડ એકટીવ કરીને અલગ અલગ ટ્રાન્જેકશન
કરીને 5.21 લાખ ભરપાઈ ન કરી ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી.તદુપરાંત
અન્ય બેંક ગ્રાહકોના મ્યુચલ ફંડ પોલીસીમાં રોકાણના નામે,એફડી
તોડીને તથા ક્રેડીટ કાર્ડના આધારે આરોપી શિવાની પટેલે પોતાના તથા પરિવારના સભ્યોના
નામે લાખો રૃપિયાના ટ્રાન્જેકશન કરીને નાણાંકીય ઉચાપત કરી હતી.
આ
કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનાઈત ફોર્જરી ઠગાઈ તથા આઈટી એક્ટ સહિતના ગુના બદલ
આરોપી શિવાની પટેલની તા.30-1-24ના રોજ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં મોકલી આપ્યા
હતા.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી મહીલાએ વિલંબિત ટ્રાયલ,તથા
પ્રથમ દર્શનીય કેસના અભાવે મહીલા આરોપી હોઈ જામીન મુક્ત કરવા માંગ કરી હતી.તદુપરાંત
આરોપીને હાથો બનાવીને ગેરકાયદે કૃત્યમાં સંડોવી દેવામાં આવી હોવાનો બચાવ લીધો
હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી
હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ બેંકમાં સેલ્સ ઓફીસરની ફરજ બજવણી દરમિયાન
બેંકના ખાતાધારકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી ક્રેડીટ
કાર્ડ મેળવી બેંક ખાતા ખોલાવ્યા છે.14 સાક્ષીઓ ક્રેડીટ
કાર્ડનો ભોગ બનનાર છે.તદુપરાંત 6 સાક્ષીઓની બોગસ સહીથી બેંક
ખાતા ખોલાવી બોગસ પોલીસી,એફ.ડી.વગેરેના આધારે બેંક સાથે કુલ
અંદાજે 1.07 કરોડની ઠગાઈ કરી છે.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને
માન્ય રાખી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીની માંગ નકારી
કાઢી છે.કોર્ટે જણાવ્યું છે કે આરોપી પબ્લિક સર્વન્ટ હોવા છતાં બેંકના ગ્રાહકોએ બેંક
તથા બેંક ઓફીસર પર મુકેલા વિશ્વાસનો ભંગ કરતું સમાજને અસર કરતું ગંભીર કૃત્ય
કર્યું છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા નાસી ભાગી જાય તેવી સંભાવના છે.