– આગામી
દિવસોમાં 47.08 લાખ મતદારોને ઘરબેઠા વોટર સ્લીપ આપવા માટે બીએલઓને કામગારી સોંપાશે
સુરત
ઉનાળાનો
ધગધગતો તાપ અને વેકેશન વચ્ચે ચૂંટણી તંત્ર ૧૦૦ ટકા મતદાન થાય તે માટે હાથ ધરેલી કવાયતમાં
વખતે સુરત જિલ્લામાં નોંધાયેલા ૫૬૪૭ પ્રજ્ઞાાચક્ષુ મતદારો માટે ખાસ બ્રેઇનલિપિમાં મતદાર
કાપલી તૈયાર કરાશે. આ કાપલી અમદાવાદ ખાતે છપાઇને આવ્યા પછી વિતરણ કરાશે.
લોકસભાની
ચૂંટણીની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે મતદારોને કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું
છે. તે માટે ચૂંટણી પંચ દ્વારા સુરત જિલ્લાના ૪૭.૦૮ લાખ મતદારો માટે ખાસ મતદાર
કાપલી તૈયાર કરવામાં આવશે. આ કાપલી ચૂંટણી પંચ દ્વારા દરેક ચૂંટણી અધિકારીને એક
સોફટવેરમાં આપવામાં આવશે. સોફટવેરની મદદથી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોની
કાપલી ડાઉનલોડ કરી આ ડેટા જિલ્લા કક્ષાએ આપવામાં આવશે. ત્યાંથી છાપકામ બાદ બુથ
લેવલ ઓફિસર દ્વારા દરેક મતદારોના ઘરે ઘરે જઇને વિતરણ કરવામાં આવશે. આ જે મતદાર
સ્લીપ આપવામાં આવશે તે ૨૫ મી માર્ચ સુધી નોંધાયેલા મતદારો માટેની હશે. આ વખતની
મતદાર યાદીમાં મતદાતાનો ફોટો નહીં હોય,
પરંતુ મતદાન માટે કયા કયા પ્રકારના ૧૨ ઓળખના પુરાવાઓ માન્ય છે. તેની
નોંધ વોટર સ્લીપમાં પ્રકાશિત કરવામાં આવશે.
સુરત જિલ્લામાં
કુલ ૫૬૪૭ પ્રજ્ઞાાચક્ષુ મતદારો પણ નોંધાયા છે. આ મતદારોને પણ જે સ્લીપ આપવામાં આવશે
તેમાં તેમણે કયા મતદાન મથકે મતદાન કરવા જવુ છે. તે સહિતની મતદાર સ્લીપમાં તમામ વિગતો
પ્રજ્ઞાાચક્ષુ મતદારો સમજી શકે તે માટે મતદાર સ્લીપ બ્રેઇનલિપીમાં છાપવામાં આવશે. આ સ્લીપ અમદાવાદના અંધજન
મંડળ વસ્ત્રાપુર ખાતે છાપીને વિતરણ કરવામાં આવશે.
હવે મતદાર
યાદીમાં નામ કમી થશે નહીં
ચૂંટણી
પંચની ગાઇડલાઇન મુજબ આજથી મતદાર યાદીમાં નામ કમીની કામગીરી બંધ કરવામાં આવી છે.
આગામી ૧૯ મી એપ્રિલ સુધી જે મતદારોને નામમાં સુધારો, વધારો, કે એક વિધાનસભામાંથી બીજી વિધાનસભામાં બદલવુ હોય તો થઇ શકશે. ચૂંટણી
અધિકારીઓના જણાવ્યા મુજબ ચૂંટણીના અંતિમ દિવસોમાં કોઇ મતદારનું નામ કમી ના કરાવી
જાય એટલા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. બીજુ એ કે ૧૯ મી એપ્રિલ સુધી જેઓ નામ
કમી સિવાયના કોઇ પણ સુધારા વધારા કરાવશે તો તેમને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરાશે.
અને મતદાર યાદીમાં નામનો પણ સમાવેશ થઇ શકશે.
સરકારી કચેરીમાં
કોઇ પણ ફોર્મ લેશે તો હવે મતદાન જાગૃતિના સિક્કા મારેલ ફોર્મ મળશે
સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ૧૦૦ ટકા
મતદાનની ચાલી રહેલી ઝુંબેશમાં તમામ તાલુકાની સરકારી કચેરીઓ, પ્રાંત કચેરીઓ કે કોઇ
પણ સરકારી કચેરીઓમાં ફોર્મ વિતરણ કરતી વખતે ફરજિયાત મતદાન જાગૃતિના સિક્કા
લગાવવાનું નક્કી કરેલ છે. પાલિકાની ગાર્બેજ કલેકશનની ગાડીમાં પણ ચૂંટણી પ્રચાર
માટેની ધૂન વગાડવાની સુચના આપવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લાની તમામ સ્કુલોમાં
વિદ્યાર્થીઓ પોતાના વાલીને મતદાન માટે આગ્રહ કરી શકે તે માટેના શપથ લેવડાવવામાં
આવી રહ્યા છે. ઓદ્યૌગિક વિસ્તારમાં મજૂરોના મતદાન માટે જાગૃતિ લાવવા ખાસ અભિયાન
મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચલાવવામાં આવી રહ્યુ છે.