યુક્રેનના પાડોશી દેશ સ્લોવાકીયામાં પીટર પેલેગ્રીની સરકાર રચવાના છે, યુક્રેન યુદ્ધમાં રશિયાનું સમર્થન કરવાના મુદ્દા ઉપર જ તેઓ ચૂંટણી જીત્યા છે
બ્રાતિસ્લાવા (સ્લોવાકીયા): રશિયા સાથે ત્રણ ત્રણ વર્ષથી ચાલી રહેલાં ભીષણ યુદ્ધમાં યુક્રેનને ભારે આંચકો લાગ્યો છે, તેના પાડોશી દેસ સ્લોવાકીયામાં પુતિનના સમર્થક પીટર પેલેગ્રીની અને તેમની પાર્ટી ભારે બહુમતિથી વિજેતા થયાં છે. પેલેગ્રીની હવે ત્યાં સરકાર રચવાના છે.
પેલેગ્રીની યુક્રેન યુદ્ધમાં હંમેશા રશિયાના જ સમર્થક રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ તે મુદ્દો લઇને, જનતા વચ્ચે પહોંચ્યા હતા. તેટલું જ નહીં પરંતુ યુક્રેનને અમેરિકા તથા પશ્ચિમનાદેશો તરફથી મળી રહેલી શસ્ત્ર-સહાયનો પણ વિરોધ કરી રહ્યા હતા. અત્યારે પણ વિરોધ કરે જ છે.
યુક્રેનનાં પાટનગર કીવથી ૧૦૦૦ કીમી દૂર આવેલાં સ્લોવાકીયાનાં પાટનગર બ્રાતિસ્લાવમાં પીટર પેલેગ્રીની હવે સત્તારૂઢ થયા છે, તેઓએ ૫૩.૧૨% મત સાથે વિજય પ્રાપ્ત કર્યો છે. તેઓ હંમેશા યુક્રેનમાં યુએસ સહિત પશ્ચિમનાં આડકતરા પગપેસારાનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ઇવાન કોરકોક યુક્રેનનાં સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા.
રવિવારે સવારે જ પૂરી થયેલી મતગણતરીમાં પેલેગ્રીનીને મળેલા ૫૩.૧૨ ટકા મતની સામે તેમના પ્રતિદ્વંદ્વી પૂર્વ વિદેશ મંત્રી ઇવાન કોટકોકને ૪૬.૮૭% મત મળ્યા હતા. ઇવાન યુક્રેનના સમર્થક માનવામાં આવે છે.
ઉલ્લેખનીય તે છે કે સ્લોવાકીયામાં ચૂંટણી પ્રચાર સમયે રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો છવાઈ રહ્યો હતો. સાથે તે પણ સર્વવિદિત છે કે, રશિયા પહેલેથી જ યુક્રેનને શસ્ત્ર સહાય પહોંચાડવા માટે અને આ મામલામાં હસ્તક્ષેપ કરવા સામે રશિયાએ પહેલેથી જ અમેરિકા અને પશ્ચિમના દેશોને ચેતવી રહ્યું છે સાથે તેવી પણ ગૂઢ-ધમકી ઉચ્ચારી હતી કે જો આ યુદ્ધમાં પડશો તો તેનાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.