Image Source: Twitter

America reacted to Pakistans allegation of target killing: પાકિસ્તાને ફરી એક વખત ભારત પર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતની ગુપ્તચર એજન્સી એટલે કે RAWના એજન્ટ્સ તેમની ધરતી પર અમુક લોકોને ટાર્ગેટ કરી રહી છે. હવે આ મામલે પાકિસ્તાને અમેરિકા સાથે વાત કરી છે. સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ અમેરિકા સાથે આ મામલે વાત કરી હતી. સોમવારે અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે આ મામલે કહ્યું કે, બંને દેશોને વાટાઘાટ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે. 

બંને દેશ સાથે મળીને સમાધાન શોધો: અમેરિકા

પાકિસ્તાનના આરોપો પર મેથ્યૂ મિલરે કહ્યું કે, અમે મુદ્દે મીડિયા રિપોર્ટસને ધ્યાનથી જોઈ રહ્યા છીએ. અમારી પાસે આ આરોપો વિશે કોઈ ટિપ્પણી નથી, પરંતુ આ મામલે હસ્તક્ષેપ કર્યા વિના અમે બંને પક્ષોને વાતચીત દ્વારા સમાધાન શોધવાની સલાહ આપીએ છીએ.

ભારતે પાકિસ્તાનમાં અનેક લોકોની હત્યા કરી: પાકિસ્તાન

થોડા દિવસો પહેલા બ્રિટનના ‘ધ ગાર્ડિયન’ અખબારમાં પ્રકાશિત એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં ભારત સરકારે વિદેશી ધરતી પર આતંકવાદીઓનો સફાયો કરવા માટે પાકિસ્તાનમાં અનેક લોકોની હત્યા કરી છે. પાકિસ્તાને ટાર્ગેટ કિલિંગ સાથે સંબંધિત દસ્તાવેજો શેર કર્યા હતા.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાની નાગરિકોને મનસ્વી રીતે આતંકવાદી ઠેરવી દેવા અને સજા આપવાનો દાવો કરવો એ સાબિત કરે છે કે તેઓ દોષિત છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એ જરૂરી છે કે તેઓ ભારતને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જવાબદાર ઠેરવે.

ભારત સરકારે ધ ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા અહેવાલ અને પાકિસ્તાનના આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *