– આ ફિલ્મ રસ્કિન બોન્ડની ટૂંકી વાર્તાનું રૂપાંતર
મુંબઇ : વિક્રાંત મેસી આગામી ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાંમાં નેત્રીહીન સંગીતકારની ભૂમિકા ભજવવાનો છે ફિલ્મ માટે અભિનેત્રીની શોધ હજી ચાલુ છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ કરવાની યોજના છે, જેનું શૂટિંગ ઉત્તરાખંડ અને જ્યોર્જિયામાં કરવામાં આવશે.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આંખો કી ગુસ્તાખિયાંના મૂળ જાણીતા લેખક રસ્કિન બોન્ડની ટૂંકી વાર્તા ‘ધઆઇઝ હેવ ઇટ’નું રૂપાંતર છે. જે એક નેત્રીહીન સંગીતકાર અને એક થિયેટર અભિનેત્રી દ્વારા પ્રેમ અને આત્મ-ખોજની આસપાસ ફરે છે.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આ ફિલ્મની વાર્તા કરુણા, ઇચ્છા શક્તિ, સ્વતંત્રતા, ઇચ્છા, ધારણા, સ્મૃતિ અને આત્મવિશ્વાસના વિષયોની આસપાસ ફરે છે.
ફિલ્મમાં મેસી નું પાત્ર રોમેન્ટિક અન આત્મનિરીક્ષણ કરનારી વ્યક્તિ દાખવવામાં આવી છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે, આ આકર્ષક પ્રેમ કહાનીમાં તેણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી છે.