– સૂર્યના
આકરાં તાપથી અને બફારાથી ત્વચા ઉપર જોખમ
– સિવિલમાં
આ ત્રણેય બીમારીના રોજના 150 થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે
સુરત,:
ઉનાળાનો
તાપ શરુ થવાની સાથે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અળાઈ, દાદર અને ફોટોસેન્સિવિટીસ
સહિતના ત્વચા બીમારીઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ ત્રણેય બીમારી દર્દીને ખૂબ
પીડાદાયી અને ત્રાસરૃપ હોય છે. જેને લીધે આ ત્રણેય બીમારીના રોજના ૧૫૦ થી વધુ દર્દીઓ
સારવાર માટે નવી સિવિલમાં ચામડી વિભાગમાં આવી રહ્યા છે
સુરત શહેરના
વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય બપોરે કાળજાળ ગરમી પડી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી
રહ્યા છે અને હજુ આકરો તાપ વરસતો રહેશે,
ભેજયુક્ત બફારો થઈ રહ્યો છે. જેના લીધે હાલમાં દાદર, અળાઈ, ફોટોસેન્સિવિટીસ સહિત કેસમાં સતત વધારો થઈ રહ્યો
છે. પરંતુ, સાથે સાથે થોડી કાળજી લેવાથી તેનાર્થી બચી પણ શકાય
છે. બપોરના તીવ્ર તાપમાં જતા લોકોને પરસેવાની
ગ્રંથિ બ્લોક થઈ જાય ત્યારે પ્રિક્લી હીટ અર્થા અળાઈ થાય છે. પરસેવો વળતો હોય તે અટકવાથી
તે થાય છે. જેમાં ટાંચણીના ટોપકાં જેવી ફોડકી થાય છે. જોકે વધારે છાતી અને પીઠનઆ ભાગે
થાય છે. તે સહેલાઈથી મટે છે પરંતુ,
ખંજવાળાય તો પાકવાનું જોખમ રહે છે. જ્યારે દાદર કે દરાજ સાથળ સહિતના
ભાગે થયાય છે. વધુ પીડાદાયી અને ખૂબ ચેપી રોગ છે. તે ફંગલ ઈન્ફેક્શનથી થાય છે. ઘણા
લોકો પોતાની રીતે મલમ ખરીદીને લગાવે છે પરંતુ, તે મલમ સ્ટીરોઈડવાળા
હોય તેનાથી ત્વચા પાતળી બની જવાનું અને ચામડી પર સ્ટ્રેચમાર્ક રહી જવાનું જોખમ છે.
આ રોગથી બચવા વ્યક્તિગત સફાઈ ખૂબ જરૃરી છે. દર્દીના કપડાં અન્યો સાથે ન ધોવા જોઈએ,
કારણ કે સામાન્ય સાબુથી આ ફંગસ મરતી નથી. ગરમ પાણીમાં બોળવા જોઈએ,
અલગ ધોઈ ધોઈ અલગ રાખવા જોઈએ.
આ સાથે ઉનાળામાં શરીરનો જે ભાગ સીધો
તડકાંના સંપર્કમાં આવવાથી ફોટોસેન્સિવિટીસ
બિમારી થઈ જાય છે. જ્યાં ચામડી લાલ થઈ જાય, ખંજવાળ આવે,
નાની ફુલ્લીઓ થાય વગેરે તકલીફો થઇ શકે છે. એવુ નવી સિવિલ હોસ્પિટલમાં
ચામડી વિભાગના ડો. યોગેશભાઇ પટેલે કહ્યુ હતું. વધુમાં તેણે જણાવ્યુ કે, નવી સિવિલ હોસ્પિટલમાં ચામડી વિભાગની ઓ.પી.ડીમાં ચામડીની વિવિધ તકલીફ ધરાવતા
રોજના ૫૦૦ જેટલા દર્દીઓ આવે છે. જોકે હાલમાં ઉનાળાની ગરમીના લીધે દાદર, અળાઈ, ફોટોસેન્સિવિટીસના બિમારીના દર્દીઓ વધુ આવે છે. જોકે રોજના આ ત્રણેય બિમારીના
૧૫૦થી વધુ દર્દી સારવાર માટે આવી રહ્યા છે.
– ગરમીમાં આવા ત્વચારોગોથી બચવા લોકો તદેકારી રાખવી
તડકાંમાં જવાનું શક્ય એટલું ટાળવા, મહત્તમ પાણી પીવા,
સુતરાઉ , દિવસે બહાર જતી વખતે અચૂક છત્રી કે
માથે ટોપી પહેરવી, શરીરના ખુલ્લા ભાગે સન સ્ક્રીન લગાડીને
જવું જોઈએ, દરાજના લીધે પરસેવો વધુ થવાથી થાય છે. એટલે તે
માટે સુતરાઉ અને શરીર ઢંકાય તેવા ઢીલા કપડા પહેરવા અને સિન્થેટિક કપડા પહેરવા
તાળવું જોઈએ, ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છતા રાખવાનું ડો.
પટેલે જણાવ્યું છે.