મેળામાં ચારે તરફ જોવા મળતી આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતા
આંબાના ઝાડ ઉપર ગોળ -ધાણાની પોટલી લેવા ચડતાં યુવાનને વાંસની સોટી મારી
પોટલી ઉતારી લાવી વિવિધ પ્રકારની વિધી પ્રક્રિયા કરી તેના ઘરે પારણું બંધાતું હોવાની માન્યતા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુરમાં વર્ષોથી ભરાતો ચાડીયો પરંપરાગત રીતે બીજના દિવસે ચાડીયાનો મોટો મેળો ભરાય છે ત્યારે આ ચાડીયા નો મેળો જોવા માટે લોકો અને વેપારીઓ દૂર દૂરથી આનંદ અને મેળાની મજા માણવા આવતા હોય છે.

ચાડીયાના મેળામાં લાખોની સંખ્યામાં યુવાનો ચાડીયાનો મેળાની મજા માણવા માટે ઉમટયા હતા ધાનપુરમાં યોજાતા આ ચાડીયા અને મેળાની વર્ષો પહેલા એ વિશેષતા હતી કે ચાડીયાના મેળામાં જે ઝાડ ઉપર ગોળ દાણા અને કોપરાની જે પોટલી ઉતારવામાં આવતી તે યુવાનોને મનપસંદ યુવતી સાથે લગ્ન થતા હોય તેવી પ્રથા વરસો પહેલાં ચાલતી હતી તે પ્રથા અત્યારે બંધ છે પરંતુ આદિવાસીની સંસ્કૃતિ અને સભ્યતા આ મેળામાં ચારેય બાજુ ફેલાયેલી જોવા મળે છે અને લોકો મોજશોખથી ચાડીયાના મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને ચાડીયાના મેળામાં આનો ખેતીના નાના મોટા સાધનો પણ વિશેષ ધંધાર્થી નાના મોટા વેપારીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી મેળામાં મોજ માણવા આવતા યુવાનો અને તમામ પ્રકારના આનંદથી મન પ્રફુલ્લિત થઈ જતું હોવાનું યુવાનોમાં જોવા મળ્યું હતું ઢોલ મેળા તેમાં જ પરંપરાગત આગળ ના ગીતો ગાતી મહિલાઓ વાસની સોટી લઈને આંબાના ઝાડ ઉપર પોટલી લેવા ચડતા યુવાનને વાસની લિલિ સોટીનો માર મારી મારતી હોય એ માર ખાતા ખાતા યુવાનોમાં આ ઝાડ પર ચઢી અને પોટલી ઉતારી લેવાની હોડ લાગતી હોય છે. આ પોટલી ની વિશેષતા એ હોય છે કે જેના સંતાન પ્રાપ્તિ મન પસંદગી ના લગ્ન થાય તેવી માનતા હોય છે અને માનતા હોય તે પુરૂષ પોટલી ઉતારી લાવી ઘરે વિવિધ પ્રકારની વિધી પ્રક્રિયા કરી તેના ઘરે પારણું બંધાતું હોવાની માન્યતા વચ્ચે વર્ષોથી પાપરંપરાગત જાળવી રાખવા મા આવે છે ત્યારે મેળાની મજા માણવા માટે ધાનપુર તાલુકા ઉપરાંત અન્ય તાલુકાના લોકો ના લોકો ઉમટી પડતા હોય છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *