– અન્ય મુસાફરોએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ મુસાફરે દરવાજો ખોલ્યો નહીઃ ક્રુ મેમ્બરને જાણ કરતા દરવાજો ખોલાવ્યો તો સિગારેટના ધુમાડો અને ગંધ આવતી હતી
– ડુમ્મસ પોલીસે ધરપકડ કરી પરંતુ દિલ્હી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભો થયો

સુરત

એર ઇન્ડિયાની દિલ્હી-સુરત ફ્લાઇટના બાથરૂમમાં બંગાળી મુસાફરે સ્મોકીંગ કરી પોતાનો તથા ફ્લાઇટમાં સવાર અન્ય મુસાફર તથા ક્રુ-મેમ્બર સહિતના સ્ટાફનો જીવ જોખમમાં મુકતા મામલો ડુમ્મસ પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે મુસાફર એવા બેંગ્લોરની આઇટી કંપનીના એન્જિનીયર વિરૂધ્ધ ગુનાહિત બેદરકારી બદલ ગુનો નોંધી ધરપકડ કરી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ ગત રોજ રાતે 20.24 કલાકે દિલ્હીથી ટેક ઓફ થઇ હતી અને સુરત એરપોર્ટના ટર્મિનલ-2 ઉપર 21.45 કલાકે લેન્ડીંગ થઇ હતી. આ ફલાઇટ જયારે હવામાં હતી ત્યારે પ્લેનમાં સવાર એક મુસાફરે ફલાઇટના ક્રુ મેમ્બર વંદારી નોનગ્રેન્સને ફરિયાદ કરી હતી કે એક પેસેન્જ બાથરૂમમાં છે પરંતુ તે દરવાજો ખોલતો નથી. જેથી ક્રુ મેમ્બર વંદારીએ બાથરૂમનો દરવાજો વારંવાર ખખડાવતા પેસેન્જરે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા વેંત બાથરૂમમાંથી સિગારેટના ધુમાડો અને ગંધ આવતા ક્રુ મેમ્બરે મુસાફરને પુછ્યું હતું કે તમે સ્મોક કર્યુ છે ત્યારે પેસેન્જેર હા કહેતા તમામ ક્રુ મેમ્બર ચોંકી ગયા હતા. વેદાંરીએ તુરંત જ પેસેન્જરને તેની સીટ ઉપર બેસવાનું કહ્યા બાદ ફ્લાઇટના કેપ્ટન નિર્ભયકુમાર મિશ્રાને જાણ કરી હતી. ત્યાર બાદ ફ્લાઇટ લેન્ડીંગ થતા તેનો બોર્ડીંગ પાસ જોતા પેસેન્જરનું નામ કૌસ્તવ સત્યજીત બિસ્વાસ (ઉ.વ. 23 રહે. ખાન્ટુરા, ગોરબડાંગા, નોર્થ 24, પરગણા, પ. બંગાળ) હોવાનું અને તેણે ચાલુ ફ્લાઇટમાં સ્મોક કરી પોતાની તથા અન્ય પેસેન્જ તથા ક્રુ મેમ્બર સહિતના સ્ટાફની જીંદગી જોખમમાં મુકવા બદલ આઇપીસી 336 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કૌસ્તવ દિલ્હી એરપોર્ટ ઉપર સિગારેટ સાથે કઇ રીતે પ્રવેશ્યો તે અંગે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *