Surat Lok Sabha Election 2024 :આગામી લોકસભાની ચૂંટણીમાં સુરત સહિત ગુજરાતમાં 7 મેના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે પાલિકા તંત્રએ કમર કસી છે. વધુમાં વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સુરતમાં પહેલીવાર 57 LED સ્ક્રીન પર મતદાન જાગૃતિ અંગે જાહેરાત પ્રદર્શિત થઈ રહી છે. આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના 1048 પર અલગ અલગ પ્રકારની જિંગલ ટયુન વગાડી સુરત શહેરના મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. 

સુરત લોકસભા સહિત ગુજરાતની તમામ 26 બેઠકો પર આગામી 7 મે ના રોજ મતદાન થશે. આગામી દિવસોમાં રાજકીય પક્ષના ઉમેદવાર દ્વારા ઉમેદવારી કરી મત મેળવવા માટે પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચુંટણીમાં મહત્તમ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ માટેના પ્રયાસ થઈ રહ્યાં છે. સુરત પાલિકા દ્વારા સુરત શહેરમાં સમાવિષ્ટ તમામ સરકારી તથા અર્ધ સરકારી મિલકત જેવી કે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ, સુરત રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન, જિલ્લા સેવા સદન, સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી, તમામ ઝોન કચેરી તેમજ સુરત શહેરમાં સમાવિષ્ટ તમામ નાગરિક સુવિધા કેન્દ્ર ઉપરાંત મલ્ટીપ્લેક્સ થીએટર, વિવિધ મોલ પર મતદાન જાગૃતિ તેમજ વધુમાં વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવા બાબતના વિવિધ માહિતી સભર બેનરો ઉપરાંત સિગ્નેચર કેમ્પેન કાર્યક્રમ સહિતના બેનરો મુકવામાં આવ્યા છે. ઐ ઉપરાંત સુરત પાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના 1048 પર અલગ અલગ પ્રકારની જિંગલ ટયુન વગાડી સુરત શહેરના મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. 

પાલિકા દ્વારા મતદાર જાગૃતિ માટે કાર્યક્રમ થાય છે તે કાર્યક્રમમાં હાજર રહેલા મતદારોને પોતે મતદાન કરવા સાથે પોતાના પરિવારને મતદાન કરશે તેવી પ્રતિજ્ઞાન પણ લેવડાવામાં આવી રહી છે. આ ઉપરાંત મતદાન જાગૃતિ માટે સુરત પાલિકાએ લોકોનું ધ્યાન ખેંચાય તેવી 57 LED સ્ક્રીન પર સૌ પ્રથમ વખત મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો  લગાવાવમાં આવ્યા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *