Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર જાહેરમાં કચરો અને ગંદકી ફેકનારા લારી ગલ્લાવાળા સામે પાલિકા તંત્ર દ્વારા રૂ.૩૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સ્માર્ટ સિટી અંતર્ગત અને હાલમાં પડી રહેલી ત્રાહીમામ ગરમીના કારણે કોઈ રોગચાળો ફેલાય નહીં એવા ઇરાદે પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરની સૂચના મુજબ સ્ટાફે ગઈકાલે આજવા રોડ વિસ્તારમાં લારી ગલ્લાઓનું ચેકિંગ કર્યું હતું અને સફાઈ મુદ્દે જરૂરી સૂચના આપી હતી.
દરમિયાન આજવા મેઇન રોડ પર ઠેર ઠેર ખાણીપીણીના લારી ગલ્લા તંબુના ગેરકાયદે દબાણ કરનારાઓ ખાણીપીણીનો કચરો અને ગંદકી જાહેર રોડ પર ફેંકે છે. જેથી લોકોને સ્વાસ્થ્ય બગડવાની સતત આશંકા રહે છે. સ્માર્ટ સિટી અંતર્ગત અને કોઈ રોગચાળો ફેલાય નહીં એવા ઇરાદે કરાયેલા ચેકિંગમાં આવા તમામ લોકો સામે પાલિકા તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.