સુરત

આરોપોમાંથી ડિસ્ચાર્જ કરવાની માંગણી નકારાઇ ઃ ત્યક્તા
પરણીતાની વચગાળાના ભરણપોષણની માંગ પર કોર્ટની મંજુરીની મહોર

       

ડીંડોલીની
ત્યક્તા પરણીતાએ કરેલા ઘરેલું હિંસાના કેસમાં સાસુ-સસરા તથા નણંદ-નણદોઈએ પક્ષકાર
તરીકે ખોટી રીતે જોડવામાં આવ્યા હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા કરેલી માંગને
કોર્ટે નકારી કાઢી છે.જ્યારે ત્યક્તા પરણીતાએ ઘરેલું હિંસાના કેસ કાર્યવાહી ચાલતા
વિલંબ થાય તેમ હોઈ વચગાળાના ભરણ પોષણ માટે કરેલી માંગને કોર્ટે મંજુર કરી પરણીતાને
માસિક રૃ.
3હજાર ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ કર્યો છે.

ડીંડોલી
વિસ્તારમાં રહેતી યુવતિ મીનાબેનના લગ્ન મૂળ મહારાષ્ટ્રના જલગાંવ કીંગગાંવમાં રહેતા
નાગપુરમાં હોસ્પિટલમાં રસોઈયા તરીકે કામ કરતા યુવક મહેશભાઈ સાથે વર્ષ-
2021માં થયા હતા.પરંતુ
લગ્નજીવનના ટુંકાગાળામાં પતિ-સાસરીયાએ પરણીતા મીનાબેનને દહેજ સંબંધી ત્રાસ આપીને
મારઝુડ કરીને ઘરમાંથી કાઢી મુકી હતી.જેથી હાલમાં સુરતમાં પિયરના આશરે ઓશિયાળું
જીવન જીવતી ત્યક્તા મીનાબેને સોનલ શર્મા મારફતે પતિ મહેશભાઈ તથા સાસુ-સસરા અને
નણંદ-નણદોઈ વિરુદ્ધ ઘરેલું હિંસાના કાયદા હેઠળ રક્ષણ મેળવવા કોર્ટમાં ધા હતી.

જેથી
અરજદાર પરણીતાના સાસરીયાઓએ આ કેસમાં પક્ષકાર તરીકે ખોટી રીતે જોડવામાં આવ્યા હોઈ
આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન સાસરીયા દ્વારા એવી
રજુઆત કરવામાં આવી હતી કે અરજદાર પોતે સાસરીયામાં માત્ર બે માસ જેટલો સમય રહ્યા
છે.જ્યારે નણંદ નણદોઈ અરજદારના ઘરથી દુર એટલે કે એક છત નીચે રહેતા ન હોઈ ઘરેલું
હિંસાના કાયદા મુજબ એક છત નીચે ન રહેતા હોય તો આ કાયદો લાગુ ન પડે.તેમ છતાં અરજદાર
પરણીતાએ સાસરીયા વિરુધ્ધ ખોટા આક્ષેપો કરીને હાલમાં કેસમાં પક્ષકાર તરીકે જોડયા
હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં પરણીતા તરફે એવી રજુઆત
કરવામાં આવી હતી કે અરજદારના પતિની નોકરી નાગપુરમાં હતી.જેથી અરજદાર પત્ની પોતાના
નાગપુર રહેતા પતિની ગેરહાજરીમાં તેના સાસરીયા સાથે એક છત નીચે રહીને ઘરેલું હિંસા
આચરી હોઈ ડીસ્ચાર્જ અરજી રદ કરવા માંગ કરી હતી.વધુમાં નણંદ-નણદોઈ ભલે એક છત નીચે
રહેતા ન હોઈ પરંતુ અવારનવાર અરજદાર પરણીતાના ઘરે આવીને સાસુ-સસરાની ચડામણી કરીને
હિંસા આચરતા હતા.

જેને
કોર્ટે માન્ય રાખી ઘરેલું હિંસાના કેસમાંથી ડીસ્ચાર્જ કરવાની સાસરીયાની અરજી રદ
કરી હતી.જ્યારે પરણીતા મીનાબેને ઘરેલું હિંસાના કેસ ચાલતા વિલંબ થાય તેમ હોઈ
વચગાળાના ભરણ પોષણ માટે કરેલી માંગને કોર્ટે મંજુર કરી હતી.કોર્ટે પતિ મહેશભાઈની
મૂળ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી માસિક રૃ.
3 હજાર ભરણ પોષણ તથા 1500 અરજી ખર્ચ પેટે પત્નીને ચુકવવા હુકમ કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *