IPL 2024: IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. તમામ આગાહીઓથી વિપરીત, CSK સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોઈ કમાલ કરી શકી નથી. આ બાબતે હવે દિગ્ગજો પણ સવાલ ઉઠાવી રહ્યા છે. જેમાં સૌથી મોટો સવાલ મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા બાબતે છે. આ અંગે ઋતુરાજ ગાયકવાડને પણ પૂછવામાં આવી રહ્યું છે કે ‘શા માટે ધોનીને બેટિંગ ઓર્ડરમાં પહેલા મોકલવામાં નથી આવી રહ્યો?’ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈએ છેલ્લી ઓવરોમાં ખૂબ જ સુસ્ત બેટિંગ કરી હતી. બધાને આશા હતી કે ધોનીને વહેલો મેદાનમાં ઉતારવામાં આવશે, પરંતુ જ્યારે તે મેદાનમાં ઉતર્યો ત્યારે માત્ર ત્રણ જ બોલ રમવાના બાકી હતા.
માઈકલ વોને કરી ઋતુરાજની ટીકા
માઈકલ વોને આ માટે ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન ઋતુરાજની ટીકા કરી છે. તેણે કહ્યું કે સંજોગોને જોતા ધોનીને બેટિંગ ક્રમમાં પહેલા મોકલવો જોઈતો હતો. આ પહેલા મેચમાં ધોનીએ પોતાની બેટિંગનું જોર બતાવ્યું હતું. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ સામે તેણે માત્ર 16 બોલમાં 37 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. આટલા સારી રમત હોવા છતાં ધોનીને SRH સામે રમવાની ખૂબ મોદી તક મળી હતી. આ બાબતે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે મને આ જોઇને આશ્ચર્ય થયું કે ધોની બેટિંગ કરવા માટે જલ્દી કેમ ન આવ્યો!
Considering off cutter planning in to the pitch and match up against Bhuvi and Unadkat, Dhoni the right hand batsman should have batted up the order in this match vs SRH.
— Irfan Pathan (@IrfanPathan) April 5, 2024
ઈરફાન પઠાણે આપ્યો આવો તર્ક
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે કહ્યું કે જો ધોની વહેલો બેટિંગ કરવા આવ્યો હોત તો તે ભુવનેશ્વર કુમાર અને જયદેવ ઉનડકટ જેવા બોલરો સામે સારું રમી શક્યો હોત. ઈરફાને ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘પીચ, ઓફકટર્સના ઉપયોગની તૈયારીઓને ધ્યાનમાં રાખીતા ધોની શ્રેષ્ઠ પસંદગી હોત.’
ઋતુરાજે જણાવ્યું હારનું કારણ
મેચ બાદ સીએસકેના કેપ્ટન ઋતુરાજે છેલ્લી ઓવરમાં ધીમી બેટિંગ અને પાવરપ્લેમાં વધુ પડતી રમતને હારનું કારણ ગણાવ્યું હતું. તેણે કહ્યું કે, ‘સાચું કહું તો પિચ ઘણી ધીમી હતી. એસઆરએચે છેલ્લી ઓવરોમાં ખૂબ જ સારી બોલિંગ કરી. અમે શરૂઆતમાં સારી બેટિંગ કરી હતી. અમે પિચ ધીમી હોવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તે તેના કરતા ઘણી ધીમી હોવાનું બહાર આવ્યું છે.’