Image:Twitter
Israel and Hamas War: હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ઈઝરાયેલ તો અનેક મોરચે જંગ લડી રહ્યું છે પરંતુ મક્કમતા સાથે આગળ વધી રહ્યું છે. હમાસે સોમવારે મોડી રાત્રે જાહેરાત કરી હતી કે તેમણે ગાઝામાં યુદ્ધવિરામ કરારની શરતોને સ્વીકારી લીધી છે. જોકે આ જાહેરાત છતાં પેલેસ્ટાઇનના રફાહ વિસ્તારમાં ઇઝરાયેલી સૈન્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યહૂદી રાજ્યએ કહ્યું કે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથની શરતો તેની “મુખ્ય માંગણીઓ”ને પૂરી કરતી નથી અને તેણે યુદ્ધવિરામ કરાર પર વધુ વાટાઘાટો ચાલુ રાખવાની યોજના બનાવી છે.
આ પછી ઇઝરાયલી સંરક્ષણ દળોએ જાહેરાત કરી કે તે પૂર્વી રફાહમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવી રહી છે. અહેવાલ અનુસાર ઇઝરાયલની ટેન્ક ઇજિપ્તની સરહદના 200 મીટરની અંદર પહોંચતા ઇજિપ્તના છેલ્લા ગઢ રફાહમાં પ્રવેશ કર્યો છે.
અહેવાલ મુજબ હમાસે સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓને તેના નિર્ણય વિશે જાણ કરી હતી. હમાસના નેતા ઈસ્માઈલ હનીએહે કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની અને ઇજિપ્તના ગુપ્તચર પ્રધાન અબ્બાસ કામેલ સાથે ટેલિફોન વાતચીત કરીને હમાસ દ્વારા યુદ્ધવિરામ કરાર અંગેના પ્રસ્તાવને મંજૂર કર્યાની જાણ કરી છે.
હમાસે કહ્યું કે હવે જવાબ આપવાનું ઇઝરાયેલ પર નિર્ભર છે. જોકે યુદ્ધવિરામ કરારની વિગતો, ખાસ કરીને તેની અવધિ અને ગાઝામાં ઇઝરાયેલી કેદીઓની સંખ્યા, હજુ પણ જાણી શકાયું નથી. એવા અહેવાલો પણ આવ્યા હતા કે ઇઝરાયેલ યુદ્ધવિરામ કરાર માટે સંપૂર્ણપણે સંમત નથી પરંતુ તેની તરફથી હજુ સુધી કોઈ આધિકારીક પ્રતિક્રિયા આવી નથી.
હમાસ દ્વારા બંધકોની મુક્તિના બદલામાં ઇઝરાયેલના ગાઝા હુમલાને રોકવા માટેના સોદા માટે વાટાઘાટ કરવા માટે રવિવારે ઇજિપ્તમાં ફરીથી વાટાઘાટો શરૂ થતાં નેતન્યાહૂએ કહ્યું હતુ કે ઈઝરાયેલ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે અને ગમે તે ભોગે આ વખતે ગાઝા પટ્ટીને હમાસ મુક્ત બનાવીને જ રહીશું.
હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર પરંતુ ઇઝરાયેલે કર્યો ઇનકાર; જાણો શું છે નેતન્યાહૂનો ઈરાદો
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ઈઝરાયેલ તો અનેક મોરચે જંગ લડી રહ્યું છે પરંતુ મક્કમતા સાથે આગળ વધી રહ્યું છે. હમાસે સોમવારે મોડી રાત્રે જાહેરાત કરી હતી કે તેમણે ગાઝામાં યુદ્ધવિરામ કરારની શરતોને સ્વીકારી લીધી છે. જોકે આ જાહેરાત છતાં પેલેસ્ટાઇનના રફાહ વિસ્તારમાં ઇઝરાયેલી સૈન્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યહૂદી રાજ્યએ કહ્યું કે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથની શરતો તેની “મુખ્ય માંગણીઓ”ને પૂરી કરતી નથી અને તેણે યુદ્ધવિરામ કરાર પર વધુ વાટાઘાટો ચાલુ રાખવાની યોજના બનાવી છે.
આ પછી ઇઝરાયલી સંરક્ષણ દળોએ જાહેરાત કરી કે તે પૂર્વી રફાહમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવી રહી છે. અહેવાલ અનુસાર ઇઝરાયલની ટેન્ક ઇજિપ્તની સરહદના 200 મીટરની અંદર પહોંચતા ઇજિપ્તના છેલ્લા ગઢ રફાહમાં પ્રવેશ કર્યો છે.
અગાઉ બીબીસીના અહેવાલ મુજબ હમાસેની સત્તાવાર વેબસાઇટના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓને તેના નિર્ણય વિશે જાણ કરી હતી. હમાસના નેતા ઈસ્માઈલ હનીએહે કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની અને ઇજિપ્તના ગુપ્તચર પ્રધાન અબ્બાસ કામેલ સાથે ટેલિફોન વાતચીત કરીને હમાસ દ્વારા યુદ્ધવિરામ કરાર અંગેના પ્રસ્તાવને મંજૂર કર્યાની જાણ કરી છે.