અમદાવાદ, સોમવાર
દાણીલીમડામાં યુવકો વચ્ચે મજાક મસ્તીમાં તકરાર થઇ હતી જેને લઇને આરોપીએ ફોેન કરીને સગીરને મારવાની વાત કરી હતી જેને લઇને પિતાએ ઠપકો આપતાં આરોપીઓએ સમાધાન માટે બોલાવ્યા હતા અને ગાળો બોલીને પિતાને પકડી રાખીને છરીના ઘા માર્યા હતા આ સમયે છોડાવવા વચ્ચે પડતાં સગીર પુત્ર અને ભત્રીજાને પણ છરીના ઘા માર્યા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પાલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ ગાળો બોલીને પકડી રાખીને પિતાને છરીના ઘા માર્યા છોડાવવા વચ્ચે પડતાં પુત્ર અને ભત્રીજાને પર છરીથી હુમલો કર્યો
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડામાં રહેતા યુવકે તેમના જ વિસ્તારમાં રહેતા યુવક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩ના રોજ તેમનો સગીર વયનો દિકરો અને તેના મિત્રો બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા આ સમયે મજાક મસ્તીમાં તેમની વચ્ચે તકરાર થઇ હતી. જેને લઇને આરોપીએ સગીરને ફોન કરીને મારવાની વાત કરી હતી જેથી તેના પિતાએ ઠપકો આપતા તેઓને સમાઘાન માટે બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા હતા.
પિતા-પુત્ર અને તેમનો ભત્રીજો ત્યાં ગયા ત્યારે સગીરના મિત્રના મોટા ભાઇ સહિત ચાર લોકો હાજર હતા તેઓએ ફરિયાદીને ગાળો બોલીને તકરાર કરી હતી. ગાળો બોલવાની ના પાડતાં ફરિયાદીને પકડી રાખીને છરીના ઘા માર્યા હતા આ સમયે છોડાવવા વચ્ચે પડતાં તેમના પુત્ર અને ભત્રીજાને પણ છરીના ઘા મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ નાસી ગયા હતા. હાલતમાં તેઓ એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે દાણીલીમડા પાલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.