Representative Image 

 

Ahemdabad bomb threat news | તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપની મચી ગયો છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી. 

રશિયન સર્વરથી ધમકી મળ્યાંના અહેવાલ 

માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે. જેના લીધે આવી ધમકીથી હવે પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઇ હતી. 

સ્કૂલોમાં ડોગ સ્કવોડથી ચેકિંગ

અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક સ્કૂલોને ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા હતા, જેને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકીંગ હાથ ધર્યું હતું. જોકે હાલમાં ત્યાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવેલ નથી, તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલીંગ શરુ કરવામાં આવ્યું છે, ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ ચાલુ છે. અમદાવાદ પોલીસ દ્વારા જે સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા છે ત્યાં ગંભીરતાપૂર્વક તપાસ કરવામા આવી રહી છે.  અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે કે, કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી તેમજ સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટા મેસેજોથી દુર રહેવું, શાંતી રાખવી અને સાવધાન રહેવું.

કંઈ સ્કૂલોને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ

આર.બી. કેન્ટોન્મેન્ટ એ.પી.એસ. સ્કૂલ, શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય, ઓ.એન.જી.સી. ચાંદખેડા ન્યુ નોબલ સ્કૂલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી, ગ્રીનલોન્સ સ્કૂલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા મહારાજા અગ્રસેન વિદ્યાલય, મેમનગર આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટ એશિયા ઈગ્લિંશ સ્કૂલ વસ્ત્રાપુર કેલોરેક્ષ સ્કૂલ, ઘાટલોડીયા કુમકુમ વિદ્યાલય, ઘોડાસર 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *