Abhayam Women Helpline Vadodara : વડોદરા શહેર નજીકના બિલ ગામમાં “જુગાર રમવા જીદે ચડેલો” પતિને સમજવા પત્નીએ 181ની મદદ માગી હતી. ત્યારબાદ તાત્કાલિક 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાને મળ્યા અને અસરકારક કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ છે કે, પીડિત મહિલા પોતાનું સાંસારિક જીવન છેલ્લા 25 વર્ષથી જીવે છે અને હાલ તેઓને બે દીકરા છે. એક 17 વર્ષનો છે અને બીજો 9 વર્ષનો છે. હાલ પીડિત બેનના પતિ કંપનીમાં નોકરી કરે છે અને પતિ જુગાર રમવાની જડતા બધા પૈસા જુગારમાં પૂરા કરે છે. ઘરમાં કંઈ પણ રાશન ભરી આપતા નથી. આ બાબતે મહિલા તેના પતિને સમજાવા જતા ઘરમાં ઝઘડા કરે છે અને ગાળાગાળી તેમજ આપ શબ્દ બોલે છે. 181ની ટીમ દ્વારા જુગારી થઈ ગયેલા મહિલાના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કરીને સમજાવવામાં આવેલ કે, જુગાર રમવુંએ એક ગુનો છે. જુગારમાં તમારી જિંદગી બેવફાઈ જશે અને તમારા બે દીકરાઓનું ભવિષ્ય પણ બગડશે. જેથી લત છોડી દેવામાં તમારી ભલાય છે. જુગાર રમવા સિવાય ઘણા બધા કામ ધંધા છે જેમાં ધ્યાન આપો અને કમાઈ શકો છો. તમારૂ ઘર ચલાવી શકો છો. તેઓને ભૂલ સ્વીકારતા તેઓ સુધારવા માટે એક ચાન્સ આપવા માંગતા આથી પીડિત મહિલા પણ તેના પતિને સુધારવા માટે એક ચાન્સ આપવામાં આવતા બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *