image : Freepik
Fire at Patanjali store in Vadodara : વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા કોમ્પ્લેક્સમાં પતંજલિ સ્ટોરમાં એકાએક આગ લાગી હતી. ફાયર બ્રિગેરની ટીમે સ્ટુડન્ટ સ્થળ પર પહોંચી પાણીનો સતત મારો ચલાવીને ભારત જહેમત બાદ આંગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં સ્ટોરમાં મુકેલો સામાન બળીને ખાસ થઈ ગયો હતો.
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર સંઘન ચાર રસ્તા પાસે એ કોમ્પ્લેક્સમાં આવેલા પતંજલિ સ્ટોરમાં સોમવારે અચાનક આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા નીકળતા કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓ અને રાહ દારિયો સહિત વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આગની ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા લાસ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આંખ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ બાદ આંગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પડી રહેલી આકરી ગરમીના કારણે શોર્ટ સર્કિટની ઘટનાઓ બનતી હોય છે. પતંજલિ સ્ટોરમાં કયા કારણસર આગ લાગી તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી.