Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં બે તબક્કાના મતદાન બાદ હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મેના રોજ યોજાવાનું છે ત્યારે આ તાબક્કામાં ગુજરાતની બેઠકો પર મતદાન થશે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતભરમાં પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં આવ્યા છે અને તેમણે આ વખતે બનાસકાંઠામાં ન્યાય સંકલ્પ સભાને સંબોધી હતી.
પીએમ મોદીને ચૂંટણીમાં હાર દેખાતાં ખેડૂતો માટે કાયદા પાછા ખેંચ્યા
આજના વડાપ્રધાનની કાર્યશૈલી જુઓ. ગુજરાતે પીએમ મોદીને સન્માન અને સ્વાભિમાન આપ્યું છે અને સત્તા આપી છે, પરંતુ તેઓ માત્ર મોટા-મોટા લોકો સાથે જ જોવા મળે છે. શું તમે પીએમ મોદીને કોઈ ખેડૂતને મળતા જોયા છે? ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સેંકડો ખેડૂતો શહીદ થાય છે, પરંતુ વડાપ્રધાન તેમને મળવા પણ જતા નથી. પછી જેવી ચૂંટણી આવે છે અને તેમને લાગ્યું કે અમને વોટ નહીં મળે તો પીએમ મોદીએ કાયદો બદલી નાખ્યો.
શહેજાદા શબ્દ પર પ્રિયંકા ગાંધીનો જવાબ
પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. હું કહેવા માંગુ છું કે મારા ભાઈ 4,000 કિ.મી. પગપાળા ચાલીને દેશના લોકોને મળ્યા અને તેમને પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્યાઓ છે? એક તરફ શહેનશાહ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારી કેવી રીતે સમજી શકશે? નરેન્દ્ર મોદી સત્તાથી ઘેરાયેલા છે. આસપાસના લોકો તેમનાથી ડરે છે. તેમને કોઈ કશું કહેતું નથી. જો કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો પણ તે અવાજ દબાવી દેવામાં આવે છે.
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર તાક્યું નિશાન
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે આપણા વડીલોને જોઇને આપણે સભ્યતા છીએ પરંતુ પીએમ મોદીને જોતાં શું શીખવું. એ તો તદ્દન જુઠ્ઠું જ બોલતા રહે છે. દેશના વડાપ્રધાનને આવી વાતો નથી શોભતી. કોંગ્રેસ પર ભેંસ છીનવી લેવાનો આરોપ મૂકો છો. આ જુઠ્ઠાણું છે. તમે બતાવો કે છેલ્લાં 55 વર્ષોમાં અમે કોની ભેંસ છીનવી લીધી. પીએમ મોદી 10 વર્ષ શાસનમાં રહ્યા પણ અમારું જીવનધોરણ ન સુધર્યું.
રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું, PM મોદીએ એ ઉમેદવારને કેમ ન હટાવ્યા?: પ્રિયંકા ગાંધી
રૂપાલા ટિપ્પણી વિવાદ અને ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, કે ‘અહીં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત? એ ઉમેદવારને કેમ ન હટાવ્યા? હું બહેનોને વાયદો કરું છું કે અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન થવા દઇશું નહીં.’
યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ પેપર લીક મુદ્દે વાત કરતા કહ્યું કે ‘સમગ્ર દેશમાં પેપર લીક થાય છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરી ખાલી છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવે છે. ભરતીની પરીક્ષા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટી ખુલી રહી છે જેનાથી મોંધી ફી ભરવી પડી છે.’ આ ઉપરાંત ખેડૂતો માટે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ‘એમએસપીને લઈને કાયદો બનશે, ખેતીના તમામ સમાનોમાંથી જીએસટી હટાવીશું, પાક નુકસાનથી 30 દિવસથી વળતર મળશે.’
ભાજપ પર કર્યા સીધા પ્રહાર
પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતાં કહ્યું કે ભાજપે તેના 10 વર્ષના શાસનમાં લોકોના અધિકારો ઘટાડી દીધા છે. લોકો હવે ભાજપ સરકારથી કંટાળી ગયા છે. મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખેડૂતો પણ તકલીફ વેઠી રહ્યા છે. જે લોકો અવાજ ઊઠાવે છે તેમના અવાજ દબાવી દેવામાં આવે છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં આ લોકોની જ સરકાર હતી. ભાજપની સરકારે ક્યારેય પીડિતોની મદદ ના કરી. ખેડૂતો-મજૂરો સાથે અન્યાય થયો. દેશ માટે મેડલ જીતનારા ખેલાડીઓએ પણ માર્ગો પર ઉતરીને જાતીય શોષણના વિરોધમાં દેખાવો કરવા પડ્યાં.
‘શહેજાદા’ શબ્દ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. પણ તેઓ સાંભળી લે કે આ એ જ શહેજાદા છે જેમણે ભારત યાત્રા દરમિયાન આખા ભારતમાં 4000 કિલોમીટરની ચાલીને યાત્રા કરી હતી અને લોકોના દુઃખ દર્દ જાણ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવાર વચ્ચે ટક્કર