હીરાપર ગામના પાટિયા પાસે કાર પલ્ટી ખાઈ રોડની નીચે ઊતરી ગઇ
મોરબીના ઘૂંટુ રામકો વિલેજમાં રહેતા પરિવારના સભ્યો દ્વારકા ખાતે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂટું રામકો વિલેજમાં રહેતો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ટંકારાના લતીપર રોડ પર અકસ્માત સર્જાયો હતો અલ્ટો કાર પલટી મારી જતા રોડની નીચે ઉતરી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર નિર્મળાબેન રાજેશભાઈ બારોટ (ઉ.વ.૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (ઉ.વ.૭૦) ના કરુણ મોત થયા હતા
તો કારમાં સવાર શક્તિભાઈ રાજેશભાઈ બારોટ (ઉ.વ.૩૯) તેના પત્ની જલ્પાબેન શક્તિભાઈ બારોટ (ઉ.વ.૩૦) આસ્થા શક્તિભાઈ બારોટ (ઉ.વ.૯), તુલશીબેન શક્તિભાઈ (ઉ.વ.૦૫) અને જીન્લ્બેન શક્તિભાઈ (ઉ.વ.૧.૫) એમ પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માતના બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે