મોરબીના ઘુટું ગામની સીમમાં
અકસ્માત બાદ ટ્રક લઇ ચાલક ફરાર
રાહદારી શ્રમિક યુવાનને ઠોકર મારતા શરીરના ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો. શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું
હતું.
મૂળ યુપીના વતની અને હાલ લખધીરપુર રોડ પર સાવિયો સિરામિકમાં
રહીને મજુરી કરતા ઉપેન્દ્ર સુરેશ બાસકોરે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી છે કે તેમને તેના નાના ભાઈનો ફોન આવ્યો કે ગામના અમનભાઈ ચંદ્રભાનનો રોડ પર
અજાણ્યા વાહને અકસ્માત કર્યો છે અને ગંભીર ઈજા પહોંચતા મોરબી સારવાર માટે ખસેડાયા
છે. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. જ્યાં રાજકોટ સારવાર
દરમિયાન મોત થયું હતું.
વહેલી સવારના સાવિયો સિરામિક કારખાનામાં આવેલ રૃમની પાછળના
ભાગે ફેમ સિરામિક જવાના સીસી રોડ પરથી અમનકુમાર ચંદ્રભાન ચાલીને જતો હતો. ત્યારે
અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી ટ્રક લઈને નાસી ગયો હતો.
જે ગંભીર ઈજાને પગલે શ્રમિકનં સારવારમાં મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ફરાર
ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.