ખંભાળિયાની સ્પે. પોક્સો કોર્ટનો ચુકાદો
લગ્નની લાલચે તરૃણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા તરૃણીએ બાળકને આપ્યો હતો જન્મ
લાલચ અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા તરૃણીએ બાળકને જન્મ આપ્યો હતો.
આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસ ખંભાળીયાની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા
આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારાઇ છે.
ભાણવડ પંથકમાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને ભાણવડ
તાલુકાના મોટા ગુંદા ગામે રહેતો ભરત ઉર્ફે કાનો અરજણભાઈ નાથાભાઈ ભટ્ટી નામનો ૨૪
વર્ષનો શખ્સ તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ રાત્રિના સમયે મોટરસાયકલમાં બેસાડીને
બદકામ કરવાના ઇરાદાથી તરૃણીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ
ગયો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેની એક કંપનીમાં લઈ જઈ અને
ત્યારબાદ ડેસર ગામે આરોપી ભારતે તરૃણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું
હતું. આનાથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે તરૃણીના પરિવારજન દ્વારા ઉપરોક્ત આરોપી
સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જેને અનુલક્ષીને પોલીસે આરોપી
સામે હેઠળ ગુનો નોંધી, આ
પ્રકરણમાં તપાસનીસ અધિકારી જી.આર. ગઢવીએ ભોગ બનનાર તરૃણીની મેડિકલ તપાસણી સહિતના
પુરાવાઓ એકત્ર કરી અને આ અંગેનું ચાર્જશીટ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ
વી.પી. અગ્રવાલ સમક્ષ રજૂ કર્યું હતું.
આ અંગેનો કેસ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા
દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ આધાર પુરાવાઓ તેમજ મેડિકલ ઓફિસર, ફરિયાદી અને ભોગ
બનનારની જુબાની, વિગેરેને
ધ્યાને લઈને અદાલતે આરોપીને પોક્સો તેમજ દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠેરવી, ૧૦ વર્ષની સખત
કેદ તથા રૃપિયા ૧૫,૦૦૦નો
દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં,
ભોગ બનનારના સામાજિક,
આથક અને માનસિક પુનર્વસનના હેતુથી વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૃપિયા એક
લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.