છોલે ભટુરેની લારી ધરાવતા પરપ્રાંતીય શખ્સ સામે ફરિયાદ

આરોપીએ બે વખત તરૃણીનાં ઘરમાં અને ત્રીજી વખત કારમાં હવસનો શિકાર બનાવી

રાજકોટ :  રાજકોટમાં રહેતી તરૃણીને ધાક ધમકી આપી અને મારકૂટ કરી આરોપી
દિપક ઓમપ્રકાશ પ્રજાપતિ (રહે. પ્રેમમંદિર પાસે
, કાલાવડ રોડ,
મૂળ ભીંડ જિલ્લો, મધ્યપ્રદેશ)એ
દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાઈ છે. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ
ધપાવી છે.

ભોગ બનનાર તરૃણીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં
જણાવ્યું છે કે ગઇ તા. ૨૦ના રોજ તેની પત્ની અને પુત્રી ઘરેથી ગાયબ મળ્યા હતા.
બંનેની ઘણી તપાસ કરી હતી. પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો. પરિચિતો પાસેથી થોડા દિવસ
પહેલા એવી માહિતી મળી હતી કે તેની પુત્રીને આરોપી ભગાડી જવાની વાત કરતો હતો.

જેથી આરોપી કે જે પ્રેમમંદિર પાસે છોલે ભટુરેની લારી ધરાવે
છે
, તેની
પૂછપરછ કરતાં આરોપીએ કહ્યું કે તેની પુત્રી અને પત્ની હાલ સુરત ખાતે છે. જ્યાં
તેણે જ બંનેના રહેવાની વ્યવસ્થા કરી આપી છે. જેથી તત્કાળ સુરત જઇ પુત્રી અને
પત્નીને પરત લઇ આવ્યા હતા.

સુરતથી આવ્યા બાદ પુત્રી ગુમસુમ રહેતી હોવાથી પૂછપરછ કરતાં જણાવ્યું
કે એક લગ્ન પ્રસંગમાં તેને આરોપી મળતાં તેનો મોબાઇલ નંબર લીધો હતો. ત્યારબાદ બંને ચેટ
અને વાતો કરતા હતા. જેને કારણે થોડા સમય પહેલા તે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ ઘરે આવી
લગ્નની વાત કરી
, શરીર સંબંધની
માગણી કરી હતી. તેણે ઇન્કાર કરતાં તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી
અને ગાળો ભાંડયા બાદ તેને તમાચા ઝીંકી
,
બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

એટલું જ નહીં સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું.
બીજા દિવસે ફરીથી આરોપીએ તે ઘરે એકલી હતી ત્યારે ફરીથી ધમકી આપી બળજબરીથી શરીર
સંબંધ બાંધ્યો હતો. તેના બે દિવસ બાદ આરોપી તેને કારમાં બેસાડી ફરીથી તેના પિતાને
મારી નાખવાની ધમકી આપી ફરીથી કારમાં જ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

પુત્રીની આપવિતી બાદ ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં સંપર્ક
કરતાં સેકન્ડ પીઆઈ બી.બી. જાડેજાએ ગુનો દાખલ કરી ભાગી ગયેલા આરોપીની શોધખોળ શરૃ
કરી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *