Image Source: Freepik

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા દોઢ વર્ષમાં 108 કિલોમીટરના 128 રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. પાલિકાએ જે રસ્તા ખુલ્લા કર્યા છે તે ટીપી રસ્તાઓનું ગુગલ મેપીંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સુરત પાલિકાએ દોઢ વર્ષમાં 90 અનામત પ્લોટનો કબજો લીધો છે.પાલિકાએ આ પ્લોટનો કબજો લઈને વિવિધ પ્રોજેક્ટ માટેની જગ્યા નો કબજો મળી જતા  લોકોની સુવિધા માટેના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. 

સુરત પાલિકા વિસ્તારમાં ટીપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  પાલિકાએ દોઢ વર્ષની કામગીરી દરમિયાન તમામ ઝોન મળીને 128 રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ટીપી સ્કીમ ના રસ્તા પૈકી 10.66 લાખ ચોરસ મીટર જગ્યા નો  કબજો સુરત પાલિકાને મળ્યો છે.  સુરત પાલિકાએ 108 કિલોમીટરના રસ્તા ખુલ્લા કર્યા છે તે પૈકી 80 રસ્તાને કારપેટ કરી દેવામાં આવ્યા છે.  જ્યારે 31 રસ્તા મેટલ ગ્રાઉન્ટીંગ કરી દેવામા આવ્યા છે.

આ ઉપરાંત સુરત પાલિકાએ છેલ્લા દોઢ વર્ષની કામગીરી દરમિયાન શહેરના વિવિધ ટીપી સ્કીમ હેઠળ અનામત પ્લોટનો કબજો લેવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. સુરત પાલિકાના વિવિધ ઝોનમાં દોઢ વર્ષની કામગીરીમાં 90  અનામત પ્લોટનો કબજો લેવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત 9.30 લાખ ચોરસ મીટર જગ્યા નો કબજો લેવામા આવ્યો છે.આ જગ્યા નો કબજો મળતાં હવે નવા વિસ્તાર સહિત જુના વિસ્તારમાં  વિવિધ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવશે,

આ ઉપરાંત પાલિકાએ જે ટી પી સ્કીમ હેઠળ રસ્તા ખુલ્લા કર્યા છે  ખુલ્લા કરાયેલા ટીપી રોડ નું ગુગલ મેપ પર મેપીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ રોડના ગુગલ મેપિંગના આધારે  રોડની કનેક્ટીવીટી જાણી શકાશે. આ જાણકારી ના કારણે લોકોને મેપિંગના આધારે રસ્તા ની જાણકારી થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *