અમદાવાદ,શનિવાર

કુબેનગરમાં મધરાતે પાન પાર્લર ઉપરથી નાસ્તાના પડીકા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. મહિલાએ રૃપિયા માંગતા શખ્સોએ છૂટા પૌસા નથી પછી આપી દઇશું કહીને તકરરા કરી હતી. ત્યારબાદ દોઢ કલાક પછી  ફરીથી ત્રણેય શખ્સોએ પાછા આવ્યા હતા અને મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરીને વાહનમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાહન રોકતા આત્યારે તો પૈસા આપી દઇએ છીએ કહીને જતા રહ્યા, પાછા આવી હુમલો કરી ચાકુ દેખાડી આજે તો તેમને મારી નાંખીશું કહી ધમકી 

સરદારનગર વિસ્તારમાં કુબેનગરમાં રહેતી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૬ના રોજ રાત્રે ૩ વાગે તેમના પાન પાર્લર પર ત્રણ અજાણ્યા શખ્સો એક્સેસ લઇને આવ્યા હતા. ત્યારે તેમની માતા પાન પાર્લર પર હાજર હતા. જ્યા ત્રણેય શખ્સોએ નાસ્તાના પડીકા સહિત જુદી-જુદી ચીજ વસ્તુઓ ખરીદી હતી અને મહિલાએ રૃપિયા માંગતા છુટા રૃપિયા નથી પછી આપી દઇશું કહીને જતા હતા. આ સમયે ફરિયાદીએ આવીને તેઓનું વાહન પકડીને રોકવા જતા નીચે પડયા હતા. જો કે રોકીને રૃપિયા માંગતા ત્રણેય શખ્સોએ તકરાર કરી હતી.

અત્યારે તો પૈસા આપી દઇએ છીએ તેમ કહીને જતા રહ્યા હતા. દોઢ કલાક બાદ પાછા આવ્યા હતા અને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો તેમજ બહાર પડેલ વાહનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહિ એક શખ્સ ચાકુ બતાવીને બહાર આવો આજે તો તમને મારી નાંખીશું કહીને ધમકી આપી હતી. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો  ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *