– અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ૬૦ ફૂટ રોડ પર અકસ્માત સર્જનાર કાર ચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચેતનભાઇ અશ્વિનભાઇ જાદવ પોતાના પરિવાર સાથે અમદાવાદ જવા નિકળ્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર ૬૦ ફૂટ રોડ પર સામેથી આવતી વૈભવી કારના ચાલકે પુરપાટ ચલાવી ચેતનભાઇની કારની સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ચેતનભાઇ, તેમના માતા જશુબેન અને પત્ની શ્વેતાબેનને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે લઇ જવામાં આવ્યા હતાં.
આ અંગે ચેતનભાઇએ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.