અમદાવાદ, ગુરુવાર,25 એપ્રિલ,2024

અમદાવાદના તાપમાનમાં સતત વધારો થયેલો જોવા મળે છે.એપ્રિલ
મહિનાના આરંભથી એકવીસ દિવસમાં ગરમી સંબંધિત બિમારીના કુલ ૪૪૬૮ કેસ નોંધાયા છે.આ
પૈકી પેટમાં દુખાવાના ૧૭૪૧ તથા ચકકર આવી મૂર્છીત થવાના ૯૧૫ કેસ નોંધાયા છે.

એપ્રિલ મહિનામાં ઉલટી તેમજ ડાયેરીયાના ૧૦૨૪ કેસ નોંધાયા
છે.ઉપરાંત હાઈ ફિવરના  ૬૫૩ કેસ નોંધાયા
છે.સર્વવાઈ હેડેકને લગતા ૧૩૫ કેસ નોંધાયા છે.શહેરના વિવિધ વિસ્તારમા આવેલા
એ.એમ.ટી.એસ.ના ૧૩ ડેપો ઉપરાંત બી.આર.ટી.એસ.ના ૧૬૪ બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણી તેમજ
ઓ.આર.એસ.ની વ્યવસ્થા કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટિની બેઠક બાદ ચેરમેને કહયુ
,શહેરના વિવિધ
વોર્ડ વિસ્તારમા આવેલા નાના-મોટા એમ કુલ મળીને ૨૬૭ બગીચામાં પીવાના પાણીની સગવડ
લોકો માટે ઉપલબ્ધ કરાવવામા આવી છે.મધ્યઝોનના કેટલાક વિસ્તારમાં પાણી પુરતા પ્રેસરથી
મળતુ નહીં હોવાની ફરિયાદને પગલે તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર પાણી સપ્લાય
અંગે તપાસ કરવા તંત્રને સુચના અપાઈ છે.શહેરના તળાવોમા ઉનાળામાં પાણીનુ સ્તર ઘટતા
માછલીઓ સહિતના જળચર જીવોને પુરતા પ્રમાણમા ઓકિસજન મળી રહે એવી વ્યવસ્થા કરવા
કહેવામા આવ્યુ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *