– કંન્ટ્રોલરૂમ, કાઉન્ટિંગ રૂમ, સીસીટીવી સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના પોલીસ ઓબ્ઝર્વરે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં જિલ્લા પોલીસ ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝાએ મતગણતરી કેન્દ્ર ખાતે કરવાની થતી તમામ વ્યવસ્થાઓના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વધુમાં તેમણે કંટ્રોલરૂમ, કાઉન્ટિંગ રૂમ, એડિશનલ રૂમ, સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ગોઠવવા અંગે સૂચના માર્ગદર્શન આપ્યા હતા.
વાહન પાર્કિગ, સુરક્ષા ઈવીએમ ગણતરી, પોસ્ટલ બેલેટ ગણતરી, મતગણતરી સમયે સ્ટાફ સહિતની વ્યવસ્થાઓ અંગેની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા પાસેથી વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.