– 529
વિદ્યાર્થીઓના પ્રવેશ પેન્ડીગ, 27 ના રદ કરી દેવાયા
સુરત
રાઇટ
ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ પ્રથમ રાઉન્ડમાં ધોરણ ૧ માં ૮૧૯૬ વિદ્યાર્થીઓને
ઓનલાઇન મેસેજ મોકલ્યા બાદ પ્રવેશ પ્રકિયા પૂર્ણ થતા પ્રથમ રાઉન્ડમાં ૭૬૪૦
વિદ્યાર્થીઓએ એટલેકે ૯૪ ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.
સુરત શહેરની
૯૧૭ થી વધુ સ્કુલોમાં ધોરણ ૧ માં વિનામૂલ્યે આરટીઇ હેઠળ પ્રવેશ માટે ૨૭૮૨૧ ફોર્મ માન્ય
થયા બાદ રાજય સરકાર દ્વારા જાહેર કરેલા પ્રથમ રાઉન્ડમાં ૮૧૯૬ વિદ્યાર્થીઓને પ્રવેશ
માટે મેસેજ મોકલાવ્યો હતો. મેસેજ મોકલ્યા બાદ ૨૫ મી એપ્રિલ સુધીમાં સ્કુલોમાં જઇને
પ્રવેશ કન્ફર્મનું ટાર્ગેટ આપવામાં આવ્યુ હતુ. ૨૫ મી એપ્રિલ પૂર્ણ થતા સુરત શહેરની
સ્કુલોમાં ૭૬૪૦ વિદ્યાર્થીઓએ ધોરણ ૧ માં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જયારે ૫૨૯ પ્રવેશ
પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. જયારે ૨૭ જ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવાયા હતા. આમ
પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેસેજ માટે મોકલ્યા હતા. તેમાંથી ૯૪
ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા હતા. આગામી દિવસોમાં હવે બીજો રાઉન્ડ શરૃ થશે.સુત્રોના
જણાવ્યા મુજબ ઇલેકશન ઇફેકટના કારણે આ વર્ષે મોટાભાગની સ્કુલોએ પ્રવેશ આપી દીધા હોવાની
ચર્ચા ઉઠી છે.