અમદાવાદ, રવિવાર
ઘોડાસરમાં માથાભારે તત્વો સામે ફરિયાદ કરવાનું વેપારીને ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અગાઉ ત્રણ વખત મારા મારીને દુકાનમાં તોડફોડ કરી હતી. આ બનાવની ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખીને ગઇકાલે સાંજે ૧૭ શખ્સો તલવાર દંડા લઇને વેપારીની દુકાને આવ્યા અને અગાઉ કેમ અમારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેમ કહીને વેપારીને માર મારીને દુકાનમાં અને વાહનોની તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ૧૭ લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ વખત હુમલાની ફરિયાદ કરતા ડરાવવાના ઇરાદે મારા મારી કરી આતંક મચાવ્યો પોલીસે ૧૭ લોકો સામે રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
ઘોડાસરમાંરહેતા અને ઘર પાસે જનરલ સ્ટોરની દુકાન ધરાવી વેપાર કરતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઘોડાસર ખાતે રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ અગાઉ તેમની જ સોસાયટીમાં રહેતા બે શખ્સોનો વેપારીના દીકરા સાથે ઝઘડો થયો હતો તે પછી વેપારીએ બંને યુવકો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી તેની અદાવત રાખીને વેપારી સાથે અવાર નવાર તકરાર કરતા હતા.
માર્ચ મહિનામાં આરોપીઓએ વેપારીને રસ્તામાં રોકીને ધમકી આપીને કહ્યું હતું કે સોસાયટીના વહીવટ અને ધામક કામો બંધ કરી દે જે તેવું કહીને ધમકી આપીને તકરાર કરી હતી. આમ ફરિયાદીએ આરોપી સામે ત્રણ વખત ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જ્યારે ગઇકાલે સાંજે આરોપીઓ ધાક જમાવવા તલવાર દંડા સાથે સત્તર લોકો સાથે વેપારીની દુકાને આવ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરીને વેપારીને ઢોર માર મર્યો હતો. જેથ વેપારી શટર બંધ કરીને દુકાનમાં છૂપાયા હતા આ સમયે તેમના ત્રણ વાહનોની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે ઇસનપુર પોલીસે ૧૭ લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.