અમદાવાદ,શુક્રવાર,19 એપ્રિલ,2024
અમદાવાદમાં રોડની કામગીરીમાં વપરાતા ડામરતમામ સેન્ટર ઉપરથી
કેટલો નીકળે છે તથા તેનુ ઉષ્ણતામાન કેટલુ
રહે છે તે સહિતની વિગત ચોકકસ એપ્લીકેશન મારફત જાહેર કરવા મ્યુનિસિપલ કમિશનરે
અધિકારીઓને સુચના આપી છે.આમ થવાથી શહેરમાં રસ્તાઓની ગુણવત્તા સુધરવાની સાથે
ગેરરીતીઓ ઉપર અંકુશ આવશે એવી સંભાવના છે.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં અધિકારીઓની
બેઠક મળી હતી.બેઠકમાં કમિશનરે ઈજનેર વિભાગના અધિકારીઓને સીધો પ્રશ્ન કર્યો હતા કે, શહેરમાં
રસ્તા બનાવવામાં કયા-કયા પ્રકારના ટેસ્ટ
કરવામા આવે છે.અધિકારીઓએ કહયુ,
રસ્તો બનાવવા માટે વપરાતી કપચીના છ
પ્રકારના ટેસ્ટ થાય છે.તે સિવાય ડામર(બીટુમીન)ના ચાર પ્રકારના ટેસ્ટ થાય છે.જેમાં
ડામર સેન્ટર ઉપરથી નીકળે ત્યારે કેટલુ ઉષ્ણતામાન હોય છે. અને ડામર રસ્તો બનાવવા
માટે સ્થળ ઉપર પહોંચે ત્યારે કેટલુ ઉષ્ણતામાન હોય છે.તેનો જથ્થો કેટલો હોય છે તે
સહિતની વિગતનુ મૂલ્યાંકન કરવામાં આવે છે.અત્યાર સુધી આ તમામ વિગત અલગ અલગ
ફોર્મેટમાં તમામ ટેસ્ટની વિગત છપાતી હતી.તેના ફોર્મ પણ છાપવામા આવતા હતા.હવે આ
તમામ વિગતો અધિકારીઓએ ચોકકસ એપ્લીકેશન મારફતે ઓનલાઈન જમા કરાવવાની રહેશે.જેમાંવિવિધ
સેન્ટર ઉપરથી કેટલો ડામર નીકળે છે અને રસ્તો બનાવવા ડામર સ્થળ ઉપર પહોંચે ત્યારે કેટલો હોય છે એ સહિતની વિગત અધિકારીઓએ
જાહેર કરવાની રહેશે.