કારમાં રૂ. 5 અને ST બસમાં રૂ. 12 નો થશે ટોલ વધારો
લોડિંગ ટ્રકના ટોલમાં રૂ.15થી 20નો વધારો
વાહનચાલકો માથે આવશે નવો ભાવવધારાનો બોજ
દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે ઉપર મુસાફરી કરવાનું વાહન ચાલકો માટે મોંઘુ બનશે. કારણ કે, 1 એપ્રિલથી આ બંને ટોલ ઉપર ટોલટેક્સમાં વધારો કરવામાં આવનાર છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાઇવે નંબર 47 ઉપર આવેલા ભથવાડા ટોલનાકાથી દરરોજ 10 હજારથી વધુ વાહનોની અવર-જવર છે. ત્યારે અહીં વિવિધ વાહનના પ્રકારના હિસાબે રૂ. 10 થી 20 સુધીનો વધારો કર્યો છે. તેવી જ રીતે હાઇવે નંબર 56 ઉપર આવેલા લીમડી નજીક વરોડ ટોલનાકાથી પાંચ હજાર વાહનોની અવર-જવર છે. અહીં પણ વધારો કરવામાં આવનાર છે. આ બંને સ્થળે વાહનના પ્રકારના હિસાબે ભાવ વધારો કરવામાં આવશે. ગત વર્ષે પણ બંને ટોલ ઉપર ભાવમાં વધારો કર્યો હતો.
સેટેલાઈટ આધારિત ટોલ
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટોલ નાબૂદ કરવા જઈ રહી છે.મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું,અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.
સેટેલાઇટ ટોલથી શું થશે ફાયદો
કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો કે આ નવી સિસ્ટમ હેઠળ સમય અને નાણાંની બચત કરી શકાશે. જો કે, પહેલા મહારાષ્ટ્રના મુંબઈથી પુણે સુધીની મુસાફરીને પૂર્ણ કરવા માટે નવ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે તે માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાય છે.