– મંડળીનું
રૃા. ૧ લાખ ૪૪ હજારનું દેવુ
,
ક્રિમિનલ રેકર્ડ નીલ

જામનગર : જામનગર
લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પોતાની સ્થાવર
, જંગમ મિલકત રોકડ,
વાહન, સોના ચાંદીના ઘરેણા, વગેરેની માલિકી અંગેની  સોગંદનામાં
દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમની પાસે ત્રણ લાખની રોકડ એક કાર એક
સ્કૂટર સંયુક્ત હિસ્સા વાળી જમીન અને અન્ય મિલકત વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટમાં
બે દુકાનો અને નિકાવામાં જમીનમાં પ૦ ટકાનો હિસ્સોઃ વ્યવસાયે ખેડૂત અને વકીલ
હોવાનું સોગંદનામું

જામનગરના
લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર જે . પી મારવિયા વ્યવસાયે ખેડૂત અને વકીલ છે.
તેમના હાથ ઉપર ત્રણ લાખની રોકડ રકમ છે. ઉપરાંત ૭૦ હજાર  ની બેંકમાં થાપાણો
, .રૃ. ચાર લાખની
મોટરકાર
, એક્ સ્કૂટર સાડાત્રણ લાખની કિંમતના ઘરેણા તેમજ
પોતાના પત્ની.નાં નામે સાડાસાત લાખની કિંમતનાં 
સોના ચાંદીના ઘરેણા છે. આમ તેઓ રૃ.૧૩ લાખ ૮૨ હજાર ૭૩૯ની રોકડ
,જંગમ મિલકત ધરાવે છે.


ઉપરાંત ૫૦ ટકા હિસ્સાવાળી પોતાના પિતાના સાથે નિકાવામાં જ જમીન ધરાવે છે. જેની
બજાર કિંમત ૪૯  લાખ જેવી થાય છે આ ઉપરાંત
રાજકોટમાં બે દુકાનો છે જે પણ ૫૦ ટકા સંયુક્ત હિસ્સા વાળી છે. જેની બજાર કિંમત ૩૦
લાખની થવા જાય છે જ્યારે તેનાનાં માથે ૧ લાખ ૪૪ હજારનું મંડળીનું દેવું છે.
તેઓ  કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *