પકડાઇ જવાની બીકે ચરસનો જથ્થો દરિયાકાંઠે ફેંકી દીધો હોવાની શંકા

સેલોટેપ વીંટળાયેલા પ્લાસ્ટિકનાં પારદર્શક બોક્સમાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા ચકચાર; નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાની શોધ

દ્વારકા,ખંભાળિયા: દેવભૂમિ દ્વારકાના દરિયા મારફતે હેરાફેરી થતા અગાઉ ઝડપાયેલા તોતિંગ ડ્રગ્સ બાદ આજરોજ પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂપિયા ૪૪.૮૫ લાખની કિંમતનો હાઈ ક્વોલિટીનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. જો કે આ માદક પદાર્થ મંગાવનારા તથા સપ્લાયરો પોલીસને ન મળી આવતા આ અંગે એસ.ઓ.જી. પોલીસે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસ.ઓ.જી.) ગતરાત્રિના  દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં  ફૂટ પેટ્રોલિંગ  કરતા હતા ત્યારે  શાંતિનગર ખાતેની એક હોટલ નજીકના બીચની સામેના દરિયાકાંઠા નજીક પહોંચતા રાત્રિના આશરે ૨ વાગ્યાના સમયે પોલીસને એક સેલો ટેપ વીંટળાયેલી હાલતમાં પ્લાસ્ટિકનું પારદર્શક બોક્સ સાંપડયું હતું, જેના ઉપર અંગ્રેજીમાં મ્છૈંન્ઈરૂ’જ, ર્ંઇૈંય્ૈંશછન્, ૈંિૈજર બિીચસ અંગ્રેજી શબ્દોમાં લખાણ જોવા મળ્યું હતું. આથી પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલવા પામ્યું હતું.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં આ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાં રહેલું ૮૯૭ ગ્રામ હાઈ ક્વોલિટીનું ચરસ પોલીસે કબજે લીધું છે. આ ચરસની કિંમત ૪૪,૮૫,૦૦૦ ગણવામાં આવી છે. જો કે આ સ્થળે પોલીસને કોઈ આરોપી મળી આવ્યો ન હતો. આ અંગેની પ્રાથમિક તપાસમાં કોઈ શખ્સ દ્વારા આ ચરસનો જથ્થો મંગાવી, અને પોલીસના ચેકિંગ દરમિયાન હેરાફેરી કરતા પકડાઈ જવાના બીકે ચરસનો આ જથ્થો દરિયામાં અથવા દરિયા કાંઠે બિનવારસુ હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો.

આમ, આશરે રૂપિયા ૪૫ લાખ જેટલી કિંમતનો ૮૯૭ ગ્રામ ચરસનો જથ્થો પોલીસે કબજે લઈ અને આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ધોરણસર ફરિયાદ પોલીસ દ્વારા નોંધાવાઇ હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *