Vadodara Accident : વડોદરા પાસે વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત થયો છે અને તેમાં પણ ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર આજે પરોઢિયે અમદાવાદથી સુરત તરફ જતી બે ટ્રક ધડાકાભેર ભટકાતા એક ટ્રકનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી ગઈ હતી.
ફાયર બ્રિગેડને જાણ કરાતા ડ્રાઇવર કેબીનના પતરા ચીરીને ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.