Jamnagar : ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. 

આ મુદ્દે જામનગર પ્રિ સ્કૂલ એસોસિએશન દ્વારા 3 ડિસેમ્બર, 2024 ના રોજ ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં જામનગરના તમામ પ્રિ-સ્કૂલ સંચાલકો ભાગ લેશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *